Entertainment/ અભિનેતા શિવાજી ગણેશનના 93માં જન્મદિવસે ગૂગલે બનાવ્યું ખાસ Doodle

તામિલ ભાષામાં પોતાના અદ્ભુત અવાજ અને વિવિધ પ્રદર્શનો માટે જાણીતા ગણેશન જલ્દી જ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી હતી. તેમની સૌથી જાણીતી ફિલ્મ “પાસમલર” એ સૌથી મોટી બ્લોકબસ્ટર્સ ફિલ્મ રહેલી છે

Entertainment

શિવાજી ગણેશનનો જન્મ આજના જ દિવસે વર્ષ 1928માં ભારતના તામિલનાડુના દક્ષિણપૂર્વ રાજ્યના વિલ્લુપુરમમાં ગણેશમૂર્તિના રૂપે થયો હતો. સાત વર્ષની નાની ઉંમરે તેમણે ઘર છોડી દીધું હતું અને એક નાટ્યગ્રુપ સાથે જોડાઈ ગયા હતા. ત્યાં તેમણે બાળ કલાકાર અને મહિલા કલાકાર તરીકે ભૂમિકા ભજવવાનું શરુ કર્યું હતું અને ત્યારબાદ તેઓ મુખ્ય રોલમાં પણ ભાગ ભજવતા હતા.

ડિસેમ્બર,1945માં ગણેશને 17મી શતાબ્દીના ભારતના મહાન રાજા શિવાજી પર પોતે નાટકનું નિર્માણ કર્યું હતું અને તેની સાથે જ પોતાના નામમાં શિવાજી ઉમેરી દીધું હતું અને ત્યારથી તેઓ “શિવાજી”ના નામે જાણીતા થયા હતા. તેમણે અભિનયની દુનિયામાં ચાહકોનું દિલ જીતી લીધું હતું.

તેમણે વર્ષ 1952માં પરાશક્તિ ફિલ્મથી ઓન-સ્ક્રીન આવવાની શરૂઆત કરી હતી. જે લગભગ પાંચ દાયકા સુધી થીયેટરમાં ચાલી હતી અને તેમની 300 ફિલ્મોમાં આ સૌથી વધુ ચાલનારી ફિલ્મ હતી. તામિલ ભાષામાં પોતાના અદ્ભુત અવાજ અને વિવિધ પ્રદર્શનો માટે જાણીતા ગણેશન જલ્દી જ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી હતી. તેમની સૌથી જાણીતી ફિલ્મ “પાસમલર” એ સૌથી મોટી બ્લોકબસ્ટર્સ ફિલ્મ રહેલી છે અને જેણે એક ટ્રેન્ડ સેટ કર્યો હતો.  તામિલ ફિલ્મોમાં તેને મહત્વની ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. 1964માં નવરથી કરીને ગણેશનની 100મી ફિલ્મ હતી જે તેમની રેકોર્ડ બ્રેક ફિલ્મ હતી જેમાં તેઓ અલગ અલગ ભૂમિકામાં જોવા માટે મળ્યા હતા.

 

વર્ષ 1960માં ગણેશને પોતાની ઐતિહાસિક ફિલ્મ “વીરપાંડિયા કટ્ટાબોમ્મ્ન” માટે આંતરરાષ્ટ્રીય સમારોહમાં સૌથી સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકેનો પુરસ્કાર જીતનારા પહેલા ભારતીય કલાકાર હતા જે આજે પણ તેમની ફિલ્મ સંવાદોના કારણે સૌથી વધારે બ્લોકબસ્ટર્સ ફિલ્મોમાંની એક છે. 1995માં ફ્રાંસ દ્વારા સર્વોચ્ચ્ચ સન્માન “ શેવેલિયર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ લીજન ઓફ ઓનર”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 1997માં ભારત સરકાર દ્વારા દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.  તેઓનું નિધન 21 જુલાઈ,2001 ના રોજ ચેન્નાઈ ખાતે થયું હતું.