Not Set/ Video, સોનમ કપૂરના આ હીટ સોંગ પર નાચી હતી શ્રીદેવી

મુંબઈ એક્ટ્રેસ સોનમ કપૂરના લગ્નની જાહેરાત અનિલ કપૂરના પરિવારે કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે સોનમ કપૂર તેના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે 8 મે 2018ના રોજ લગ્ન કરશે. તમને જણાવી દઈએ કે અનિલ કપૂરના પરિવારમાં બીજી પેઢીના આ પહેલા મેરેજ છે. સોનમ અને આનંદના મેરેજ પહેલા ઉદયપુરમાં કરવામાં આવશે તેવી માહિતી મળી હતી પરંતુ હવે સોનમ […]

Entertainment
mna Video, સોનમ કપૂરના આ હીટ સોંગ પર નાચી હતી શ્રીદેવી

મુંબઈ

એક્ટ્રેસ સોનમ કપૂરના લગ્નની જાહેરાત અનિલ કપૂરના પરિવારે કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે સોનમ કપૂર તેના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે 8 મે 2018ના રોજ લગ્ન કરશે.

તમને જણાવી દઈએ કે અનિલ કપૂરના પરિવારમાં બીજી પેઢીના આ પહેલા મેરેજ છે. સોનમ અને આનંદના મેરેજ પહેલા ઉદયપુરમાં કરવામાં આવશે તેવી માહિતી મળી હતી પરંતુ હવે સોનમ અને આનંદના લગ્ન મુંબઈમાં જ કરવામાં આવશે અને આ લગ્નની બધી જવાબદારી સોનમના માતા-પિતા અને ભાઈ-બહેન પર છે.

મહત્વનું છે કે, જયારે સોનમના લગ્નની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી બાજુ શ્રીદેવીનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં શ્રીદેવી સોનમના હીટ સોંગ ‘પ્રેમ રતન ધન પાયો’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વિડીયોમાં શ્રીદેવી સાથે શિલ્પા શેટ્ટી જોવા મળી રહી છે. વિડીયો અનિલ કપૂરના ઘરનો છે.  2015માં જયારે તેના ઘરે કડવાચૌથની પાર્ટી કરવામાં આવી હતી. ત્યારે આ વિડીયો બનાવવામાં આવ્યો હતો.

કપૂર અને આહુજા પરિવારે સોનમ અને આનંદના લગ્નની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અમારા માટે આ એક ખુશી અને ગર્વની વાત છે.