Not Set/ આયુષ્યમાનની ‘આર્ટિકલ 15’ પર બ્રાહ્મણ સમાજ નારાજ, રીલીઝ નહી થવા દેવા આપી ધમકી

લખનૌ, આયુષ્યમાન ખુરાનાને મુખ્ય ભુમિકામાં ચમકાવતી ફિલ્મ ‘આર્ટિકલ 15’ પર મુશ્કેલી આવી શકે તેમ છે.અનુભવ સિંહાના ડાયરેક્શનમાં બનેલી ‘આર્ટિકલ 15’ પર ઉત્તર પ્રદેશ  બ્રાહ્મણ સમાજ રોષે ભરાયો છે.યુપીમાં ચર્ચાસ્પદ બનેલા બદાયુ રેપ કેસ અને મર્ડર કેસ પર આધારિત આ ફિલ્મ છે. આ ફિલ્મને લઇને યુપીના બ્રહ્મ સમાજનું કહેવું છે કે સ્ટોરી સાથે ચેડા કરીને ઇરાદાપુર્વક બ્રાહ્મણોનો દોષી બતાવવામાં આવ્યા […]

Uncategorized Entertainment
aa 9 આયુષ્યમાનની ‘આર્ટિકલ 15’ પર બ્રાહ્મણ સમાજ નારાજ, રીલીઝ નહી થવા દેવા આપી ધમકી

લખનૌ,

આયુષ્યમાન ખુરાનાને મુખ્ય ભુમિકામાં ચમકાવતી ફિલ્મ ‘આર્ટિકલ 15’ પર મુશ્કેલી આવી શકે તેમ છે.અનુભવ સિંહાના ડાયરેક્શનમાં બનેલી ‘આર્ટિકલ 15’ પર ઉત્તર પ્રદેશ  બ્રાહ્મણ સમાજ રોષે ભરાયો છે.યુપીમાં ચર્ચાસ્પદ બનેલા બદાયુ રેપ કેસ અને મર્ડર કેસ પર આધારિત આ ફિલ્મ છે.

આ ફિલ્મને લઇને યુપીના બ્રહ્મ સમાજનું કહેવું છે કે સ્ટોરી સાથે ચેડા કરીને ઇરાદાપુર્વક બ્રાહ્મણોનો દોષી બતાવવામાં આવ્યા છે.ગયા અઠવાડિયે આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે.ફિલ્મની સ્ટોરી પ્રમાણે બે નાની છોકરીઓનો બળાત્કાર કરીને તેમનું ખુન કરવામાં આવે છે.ફિલ્મમાં છોકરીઓનો પરિવારને ગરીબ બતાવવામાં આવ્યો છે.આ ફિલ્મ દ્રારા જાતિ આધારિત ભેદભાવના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે.

ફિલ્મના ટ્રેલરમાં સાંભળવા મળે છે કે આ ક્રાઇમ ‘મહંતજીના છોકરાએ કર્યું છે…’ આ કારણે બ્રાહ્મણ સમાજ નારાજ થઇ ગયો છે.બ્રાહ્મણ સંગઠન પરશુરામ સેનાનું કહેવું છે કે આ ફિલ્મ બદાયુ કેસ પર આધારિત છે જેમાં બ્રાહ્મણોને દોષીઓ માનવામાં આવ્યા છે.અમે ફિલ્મને યુપીમાં રીલીઝ કરવા નહીં દઇએ.

જો કે ફિલ્મ સાથે સંકળાયેલા સુત્રોનું કહેવું છે કે આ ફિલ્મ સંપુર્ણ રીતે બદાયુમાં થયેલા રેપ અને હત્યા પર આધારિત નથી.આ ફિલ્મ બંધારણના આર્ટિકલ 15 પર આધારિત છે જે આપણને સમાનતાનો અધિકાર આપે છે.