Not Set/ જલ્લીકટ્ટુના સર્થનમાં રજની, કમલ અને એ.આર રહેમાન કરશે ઉપવાસ

ચૈન્નઇઃ તમિલનાડુમાં જલ્લીકટ્ટુના નામે પરંપરગત રમતના સમર્થનમાં ચેન્નઇના મરીન બીચ દરીયા કિનારે હજારોની સંખ્યામાં લોકો ભેગા થઇ રહ્યા છે. આજે તમિલનાડૂના ઘણા સગઠનોએ જલ્લીકટ્ટુના સમર્થનમાં બંધનું પણ એલાન આપ્યું છે. આ બંધને વિરોધ પક્ષોનું પણ સમર્થન મળ્યું છે. આ વિરોધમાં સાઉથની ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીના સિતારાઓ પણ કુદી પડ્યા છે. કમલ હાસન, રજનીકાંત પહેલાથી જ  આના સમર્થનમાં […]

India Entertainment
final jali1484891782 big જલ્લીકટ્ટુના સર્થનમાં રજની, કમલ અને એ.આર રહેમાન કરશે ઉપવાસ

ચૈન્નઇઃ તમિલનાડુમાં જલ્લીકટ્ટુના નામે પરંપરગત રમતના સમર્થનમાં ચેન્નઇના મરીન બીચ દરીયા કિનારે હજારોની સંખ્યામાં લોકો ભેગા થઇ રહ્યા છે. આજે તમિલનાડૂના ઘણા સગઠનોએ જલ્લીકટ્ટુના સમર્થનમાં બંધનું પણ એલાન આપ્યું છે. આ બંધને વિરોધ પક્ષોનું પણ સમર્થન મળ્યું છે.

આ વિરોધમાં સાઉથની ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીના સિતારાઓ પણ કુદી પડ્યા છે. કમલ હાસન, રજનીકાંત પહેલાથી જ  આના સમર્થનમાં દેખાઇ રહ્યા હતા. હવે સંગીતકાર એ.આર. રહેમાન પણ આના સર્થનમાં સામે આવ્યા છે. ત્રણેય સેલિબ્રિટી આજે ‘જલ્લીકટ્ટુ’ ની માંગ સાથે એક દિવસીય ભૂખ હડતાલ કરશે

એ.આર રહેમાનને કલે ટ્વીટ દ્વારા આ અંગે માહિતી પણ  આપી હતી. તેમણે લખ્યું હતું કે, તમિલનાડુની ભાવના માટે કાલે હું ઉપવાસ કરીશ તેમણે બાકીના લોકો સાથે પણ  આ આંદોલનનું સમર્થન કરવાની અપીલ કરી છે.

જલ્લીકટ્ટુ મામલે તમિલનાડુના મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમે  પીએમ મોદી સાથે મુલાકાત કરીને કેન્દ્રને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે અપિલ કરી હતી. જલ્લીકટ્ટુ માટે વટહુકમ બહાર પાડવા માટે જણાવ્યું હતું. સુપ્રમ કોર્ટે 2015 માં જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ મુકી  દિધો હતો.