Covid-19/ દેશમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાનાં કેસ, જાણો આજે કેટલા પહોંચ્યો આંક

ભારતમાં સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે સાવધાની હવે રાખવી જરૂરી બને છે. કહેવાઇ રહ્યુ છે કે, ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે મોટી સંખ્યામાં સામે આવી રહેલા કોરોનાનાં કેસ લોકોને હવે ડરાવી રહ્યા છે.

Top Stories India
Coronavirus in India

ભારતમાં સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે સાવધાની હવે રાખવી જરૂરી બને છે. કહેવાઇ રહ્યુ છે કે, ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે મોટી સંખ્યામાં સામે આવી રહેલા કોરોનાનાં કેસ લોકોને હવે ડરાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, ભારતમાં કોરોના વાયરસનાં 1,79,723 નવા કેસ નોંધાયા છે અને 46,569 લોકો સ્વસ્થ થયા છે.

આ પણ વાંચો – વિશ્લેષણ / PM મોદીની સુરક્ષામાં ખામી બની જશે ચૂંટણીનો મુદ્દો! ભાજપ, કોંગ્રેસ… કોને નફો, કોને નુકસાન?

વળી, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આ રોગચાળાનાં કારણે ગઈકાલે 146 દર્દીઓનાં મોત નીપજ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 13,52,717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે ગઈકાલ સુધીમાં દેશમાં કુલ 69,15,75,352 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,79,723 કેસ નોંધાયા છે. રવિવાર કરતા 12.6% વધુ કેસ છે. એટલું જ નહીં, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 44,388 કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોનાને કારણે 146 લોકોનાં મોત થયા છે. ભારતમાં સૌથી વધુ સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર ટોચ પર છે. છેલ્લા 24 કલાકમાં અહીં 44,388 કેસ નોંધાયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 24,287, દિલ્હીમાં 22,751, તમિલનાડુમાં 12,895, કર્ણાટકમાં 12 હજાર કેસ નોંધાયા છે. ભારતમાં, રવિવારે મળી આવેલા કુલ કેસોમાંથી, આ 5 રાજ્યોમાંથી 64.72% નવા કેસ મળી આવ્યા છે. આ સિવાય એકલા મહારાષ્ટ્રમાં 24.7% કેસ જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 146 લોકોનાં મોત થયા છે. ભારતમાં કોરોના મહામારીને કારણે અત્યાર સુધીમાં 4,83,936 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કેરળમાં સૌથી વધુ મૃત્યુ (44) થયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં કોરોનાને કારણે 18 લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો – Covid-19 / બીજી લહેરની તુલનામાં મોતની સંખ્યા 600 ટકા ઓછી, સાવધાની બની જરૂરી

રવિવારે દેશમાં 46,569 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં 3,45,00,172 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. દેશમાં સક્રિય કેસ વધીને 7,23,619 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 1,33,008 કેસનો વધારો થયો છે. વળી, રસીની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 29,60,975 ડોઝ લાગુ કરવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં 151 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે.