DECISION/ અમદાવાદમાં અતિ ભારે વરસાદના લીધે AMCએ લીધો આ નિર્ણય,તમારે જાણવું જરૂરી છે

અમદાવાદ સહિત રાજ્યમાં ગઇકાલે રવિવારે સાંજે અનરાધાર વરસાદ ખાબક્યો છે,જેના લીધે બારે તારાજી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે

Top Stories Gujarat
સ્થળાંતર વરસાદને કારણે રાજ્યના 9 જિલ્લામાંથી કુલ 10650 લોકોનું સ્થળાંતર કરાયું છે. છોટાઉદેપુરમાં 5278 લોકોનું સ્થળાંતર કરવાં આવ્યું છે. 

અમદાવાદ સહિત રાજ્યમાં ગઇકાલે રવિવારે સાંજે અનરાધાર વરસાદ ખાબક્યો છે,જેના લીધે બારે તારાજી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદના કારણે આખું શહેર પાણી-પાણી થઇ ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે તો રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ જતા વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.શહેરમાં ભારે વરસાદના લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મોટો નિર્ણય લીધો છે, શહેરના તમામ બાગ બંધ કરવાનો અતિ મહત્વનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે અમદાવાદના અનેક વિસ્તારમાં ભારે વરસાદના લીધે 18 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, અને આ સમયે ગોરીવ્રતનો પર્વ ચાલી રહ્યો છે, જેના લીધે બગીચામાં લોકો આવતા હોય છે. પરતું ગઇકાલે અતિ ભારે વરસાદના પડવાના લીધે શહેરના  ગાર્ડનમાં પાણી ભરાઇ ગયા છે જેના લીધે મહા નગરપાલિકાએ નિર્ણય લીધો છે કે શહેરના તમામ વિસ્તારના બગીચાઓ હાલ પૂરતા બંધ રાખવામાં આનવશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રવિવારે સાંજથી સોમવારે એટલે આજે સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે.જેના લીધે પરિસ્થિતિ વધુ જટિલ બની ગઇ છે,અનેક વિસ્તારોમાં ભારે તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવારે વહેલી સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાડજ, ઇન્કમટેકસ, આશ્રમ રોડમાં 14.62 ઇંચ, બોડકદેવ-વસ્ત્રાપુર વિસ્તારમાં 12.08 ઈંચ વરસાદ પડ્યો છે.