Not Set/ ગુજરાતમાં લોકડાઉન નહીં જ થાય, મુખ્યમંત્રીનો સ્પષ્ટ નિર્દેશ,આજે રાજકોટ પહેલા મોરબી જશે, 3:00 કલાકે અમદાવાદમાં ડોક્ટરો દ્વારા પત્રકાર પરિષદ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ મોડી રાત્રે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સવારે તેઓ સૌપ્રથમ મોરબી જશે ત્યારબાદ તેઓ રાજકોટ પહોંચી રહ્યા છે, અહીં પહોંચીને તેઓ કોરોનાની સ્થિતિ અંગે કલેકટર ઓફિસ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક

Top Stories Gujarat
cm today 1 ગુજરાતમાં લોકડાઉન નહીં જ થાય, મુખ્યમંત્રીનો સ્પષ્ટ નિર્દેશ,આજે રાજકોટ પહેલા મોરબી જશે, 3:00 કલાકે અમદાવાદમાં ડોક્ટરો દ્વારા પત્રકાર પરિષદ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ મોડી રાત્રે રાજકોટના એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સવારે તેઓ સૌપ્રથમ મોરબી જશે ત્યારબાદ તેઓ રાજકોટ પહોંચી રહ્યા છે, અહીં પહોંચીને તેઓ કોરોનાની સ્થિતિ અંગે કલેકટર ઓફિસ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી અને વિચારવિમર્શ કરશે.લોકડાઉન કે કરફ્યુનો કોઈ જ વિચાર નથી તેવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.કોરોના અંગે ગુજરાતના ટોચના ચાર નિષ્ણાત ડોક્ટરોની પેનલ આજે 3:00 કલાકે અમદાવાદ ખાતે પત્રકારો સમક્ષ વિગતો રજૂ કરશે, લોકો ગભરાવાના બદલે જાગૃત રહે સરકાર તમામ પગલાઓ લેવા અને મદદ કરવા માટે પ્રયત્નશીલ છે.

કોરોના વિસ્ફોટ / દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.31 લાખ નવા કેસ,700 ના મોત

મુખ્યમંત્રી સાથેનીઆ બેઠકમાં તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત મુખ્ય સચિવ અનિલ મુકિમ,મુખ્યમંત્રીના ખાસ સચિવ કૈલાસનાથન, આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિ પણ પહોંચી રહ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 8000 તેમજ રાજકોટમાં 2500 નવા બેડની વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.

કોરોના / શું દેશમાં લાગશે લૉકડાઉન? PM મોદી મુખ્યંત્રીઓ સાથે બેઠકમાં શું બોલ્યા

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે જેમનું ઓક્સિજન લેવલ 96થી નીચે હોય તેમણે જ હોસ્પિટલોનો સહારો લેવો જોઈએ અન્યથા ઘરે રહી અને ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે પરિસ્થિતિ ખરેખર ગંભીર છે પરંતુ આપણે તેની સામે બરાબર લડત આપી કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ રહીશું.

તબાહીનું તાંડવ / ગુજરાતમાં કોરોનાનો હાહાકાર ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેંક ૪૦૨૧ નવા કેસ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…