તબાહીનું તાંડવ / ગુજરાતમાં કોરોનાનો હાહાકાર ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેંક ૪૦૨૧ નવા કેસ

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાનો આંકડો 3 હજારને પાર પહોંચી ગયો હતો પરંતુ આજે તો તમામ રેકોર્ડ બ્રેક કરતાં 4021 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના પર કાબૂ મેળવી શકાતો નથી.

રાજ્યમાં 4021 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2297 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,07,346 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 92.44 ટકાએ પહોંચ્યો હતો.

અત્યાર સુધીમાં 74,04,864 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 9,27,976 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 83,32,840 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 2,17,929 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,100 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.

 

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery