Not Set/ ગુજરાતના આ ધારાસભ્યો પણ કોરોના સંક્રમિત જાણો વિગત…

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર  રવિવારે  6000થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે.

Top Stories Gujarat
bjp 2 ગુજરાતના આ ધારાસભ્યો પણ કોરોના સંક્રમિત જાણો વિગત...

ભાજપમાં મંત્રી જીતુ ચૌધરી પછી 3 ધારાસભ્યોને કોરોના
ભાજપમાં શૈલેષ મહેતા અને પિયુષ દેસાઇને કોરોના
ભાજપના મહિલા ધારાસભ્ય ઝંખના પટેલ પણ કોરોના સંક્રમિત
કોંગ્રેસના પણ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત
ધારાસભ્ય પ્રતાપ દૂધાતને થયો કોરોના
પ્રતાપ દૂધાત છે સાવરકુડલાના ધારાસભ્ય

ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અનેક સેલેબ્સ સહિત અભિનેતા અને રાજકીય નેતાઓ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે,રાજ્યમાં હાલ અનેક ધારાસભ્યો કોરોનાના સંકજામાં જોવા મળી રહ્યા છે. ભાજપના મંત્રી જીતુ ચૈૈાધરી પછી 3 ધારાસભ્યોને કોરોના થયો છે આ ત્રણેય ધારાસભ્યો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપમાં શૈલેષ મહેતા  સહિત પિયુષ દેસાઇને પણ કોરોના થયો છે, ભાજપના મહિલા ધારાસભ્યો ઝંખના પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત સાવરકુંડલાના કોંગ્રસના ધારાસભ્ય  પ્રતાપ દૂધાત પણ કોરોના સંક્રમિત છે. તમામ હાલ સારવાર હેઠળ છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર  રવિવારે  6000થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  કોરોનાના 6275 કેસ નોંધાય છે.  જેમાં અમદાવાદ તો ફરી એકવાર કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. રાજ્યમાં નોંધાયેલા કેસમાંથી લગભગ અડધા કેસ માત્ર અમદાવાદ ખાતે નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 2487 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 1263 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઈ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 27913 છે. રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી.  રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,58,714 પહોંચ્યો  છે.  તો  રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,24,163 છે. રાજ્યમાં ઓમિક્રોનના એક પણ કેસ નોંધાયા નથી.