પરિણામ/ ધોરણ-12 ની માર્કિગ પદ્ધતિમાં વિલંબ, સમયસર માર્કશીટ નહીં મળતા આગળ પ્રવેશની પણ સમસ્યા

ગુજરાતમાં ધોરણ-12 નાં વિદ્યાર્થોઓને પણ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આજ દિન સુધી હજી માર્કીંગ પદ્ધતિ નક્કી નહીં થતાં પરિણામ આપવામાં વિલંબ થયો છે.

Gujarat Others
2 34 ધોરણ-12 ની માર્કિગ પદ્ધતિમાં વિલંબ, સમયસર માર્કશીટ નહીં મળતા આગળ પ્રવેશની પણ સમસ્યા

ગુજરાતમાં ધોરણ-12 નાં વિદ્યાર્થોઓને પણ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આજ દિન સુધી હજી માર્કીંગ પદ્ધતિ નક્કી નહીં થતાં પરિણામ આપવામાં વિલંબ થયો છે. પરિણામે આગળનાં વર્ષમાં પ્રવેશ મેળવવાની પણ વિકટ સમસ્યા સર્જાઇ છે.

મોટો ઝટકો / નવા નિયમો ન માનવું ટ્વિટરને પડ્યું ભારે, કન્ટેન્ટને લઇને ફરિયાદ થઇ તો થશે ફોજદારી કાર્યવાહી

દેશમાં કોરોના સંક્રમણના કારણે વર્ષ-2021 સીબીએસઇ પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય કેન્દ્રએ કર્યા બાદ ગુજરાતમાં પણ પરીક્ષા કાર્યક્રમની જાહેરાત પછી ધોરણ-12ની પરીક્ષા અંગે ફેરવિચારણા કરી કેન્દ્રના પગલે પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારનાં આ નિર્ણયનાં 17 દિવસ પછી આજસુધી ધોરણ-12 નાં વિદ્યાર્થોઓને માર્કસ કે પરિણામ કેવી રીતે આપવામાં આવશે એ  અંગે કોઇ પદ્ધતિ નક્કી કરવામાં આવી નથી. માર્કિંગ પદ્ધતિ અને પરિણામમાં વિલંબનાં કારણે આગામી સમયમાં ધોરણ-12 નાં વિદ્યાર્થીઓ માટે આગળનાં ઇજનેરી કે મેડિકલ સહિતનાં અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા અંગે અસમંજસની સ્થિતિ સર્જાઇ છે.

મિશન 2022 / સુરતની મુલાકાતે “આપ”નાં ઈશુદાન ગઢવી, તક્ષશિલા અગ્નિકાંડનો ભોગ બનેલા માસૂમોને આપી શ્રદ્ધાંજલિ

જો કે આ અંગે સીબીએસઇએ પણ હજી સુધી કોઇ પદ્ધતિ નક્કી કરી નથી. આ સંજોગોમાં ગુજરાતમાં પણ શિક્ષણવિભાગ કેન્દ્રના નિર્ણયની રાહ જોઇ રહ્યું હોવાની ચર્ચા શિક્ષણજગતમાં થઇ રહી છે. માર્કીંગપદ્ધતિ જ હજી નક્કી નહીં થતાં પરિણામ ક્યારે તૈયાર થશે એ અંગે પણ પ્રશ્નાર્થ છે. બોર્ડ અને શિક્ષણવિભાગની વિલંબનીતિના કારણે હાલ તો ધોરણ-12માં અભ્યાસ કરી રહેલાં 6.83 લાખ વિદ્યાર્થીઓના ભાવિ સામે પણ પ્રસ્નાર્થ સર્જાયાં છે. દરમિયાન બોર્ડ દ્વારા વહેલીતકે આ અંગે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય જાહેર કરવામાં આવે એમ વિદ્યાર્થીઓ ઇચ્છી રહ્યાં છે.

majboor str 17 ધોરણ-12 ની માર્કિગ પદ્ધતિમાં વિલંબ, સમયસર માર્કશીટ નહીં મળતા આગળ પ્રવેશની પણ સમસ્યા