Not Set/ નવસારીના ગણદેવીના ખાપરીયાંમાં પતિએ પત્નિની કરી નિર્મમ હત્યા

ગણદેવીના ખાપરીયાંમાં કિશોર કાનજી હળપતિએ તેની પત્ની જયાબેનની લાકડાના ફટકા માથામાં મારી હત્યા કરી હતી. જેથી ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતુ. આ સમગ્ર ઘટનાની જાણ પોલિસને થતા ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને હત્યા અંગે તપાસ હાથ ધરી પુછપરછ આદરી હતી. પુછપરછ દરમિયાન તેમના પતિએ જ હત્યા કરવાનુ સામે આવ્યુ હતુ. કિશોર છૂટક ટ્રકનું ડ્રાઈવિંગ […]

Gujarat

ગણદેવીના ખાપરીયાંમાં કિશોર કાનજી હળપતિએ તેની પત્ની જયાબેનની લાકડાના ફટકા માથામાં મારી હત્યા કરી હતી. જેથી ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતુ. આ સમગ્ર ઘટનાની જાણ પોલિસને થતા ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને હત્યા અંગે તપાસ હાથ ધરી પુછપરછ આદરી હતી.

પુછપરછ દરમિયાન તેમના પતિએ જ હત્યા કરવાનુ સામે આવ્યુ હતુ. કિશોર છૂટક ટ્રકનું ડ્રાઈવિંગ કરતો હતો અને દારૂ પીવાની ટેવવાળો હતો. કિશોરભાઈ તેની પત્ની સાથે ખારેલમાં ભરાતા હટવાડામાં ગયા હતા અને ત્યાંથી પરત ફરી ઘરે આવ્યા હતા. ત્યારબાદ રાત્રે રસોઈ બનાવવા બાબતે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં કિશોરભાઈ ઉશ્કેરાઈ જઈ પત્ની જયાબેનને સળગેલાં લાકડાના ફટકા માથામાં મારતા ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું