Not Set/ અમદાવાદમાં સરદારનગર નજીક આવેલા કૂબેરનગરમાં યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા

અમદાવાદમાં ફરી એક વખત હત્યા થતા ચકચાર મચી ગઈ છે. સરદાર નગર નજીક આવેલા કૂબેરનગરમાં આ હત્યા થઈ છે. અજાણ્યા એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. જેમાં એકથી વધુ શખ્સોએ આ હત્યા કર્યાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે.જેમાં દેખાઈ રહ્યું છે કે એક યુવક […]

Gujarat
vlcsnap 2017 12 24 18h41m05s535 અમદાવાદમાં સરદારનગર નજીક આવેલા કૂબેરનગરમાં યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા

અમદાવાદમાં ફરી એક વખત હત્યા થતા ચકચાર મચી ગઈ છે. સરદાર નગર નજીક આવેલા કૂબેરનગરમાં આ હત્યા થઈ છે. અજાણ્યા એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. જેમાં એકથી વધુ શખ્સોએ આ હત્યા કર્યાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે.જેમાં દેખાઈ રહ્યું છે કે એક યુવક ગંભીર હાલતમાં રોડ ક્રોસ કરીને આગળ વધી રહ્યો છે અને ત્યાર બાદ તરત જ તેની પાછળ અન્ય 3 શખ્સો રીક્ષા પકડીને તેના તરફ જાય છે.આ પહેલા જ એ યુવક પર ત્રણેય શખ્સોએ ગંભીર રીતે છરીના ઘા ઝીંકી દીધાનો ખ્યાલ સીસીટીવી ફૂટેજ પરથી આવી જાય છે.ત્યારે આ સમગ્ર મામલે સરદાર નગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે