Devbhumi Dwarka/ દિવાળી વેકેશનમાં 8.50 લાખ યાત્રિકોએ દ્વારકાધીશના દર્શન કર્યા

ખુશાલ ગોકાણી – પ્રતિનિધિ, દેવભૂમિ દ્વારકા

Gujarat Others
દ્વારકા

દ્વારકામાં દિવાળીનું વેકેશન શરૂ થતા જ યાત્રિકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. પરિવાર સાથે યાત્રિકો દિવાળી વેકેશનમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા છે ત્યારે હોસ્ટેલો ગેસ્ટ હાઉસ ધર્મ શાળા દ્વારકામાં ફૂલ થઈ ચુકી હતી.

યાત્રાધામ દ્વારકામાં દિવાળીના પર્વ પછી 15 દિવસમાં 8.50 લાખ લોકોએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ચાલું વર્ષે દિવાળી બાદ 15 દિવસમાં દ્વારકાધીશ મંદિરમાં અંદાજીત 75 લાખની રોકડ રકમ ભગવાન દ્વારકાધીશની ભેટમાં આવક થઈ છે.

પ્રવાસીઓ પર આર્થિક રીતે નિર્ભર રહેતી દ્વારકા નગરી યાત્રિકોની ભીડ થી ધમધમી હતી વેપાર ધંધામાં તેજી આવી છે. યાત્રિકોની ભીડ થવાંથી નાના મોટા તમામ વેપાર ધંધામાં હાલ ખુબ તેજી આવી છે. દ્વારકાના આસપાસના તમામ પ્રવાસન સ્થળો પર યાત્રિકોની ભારે ભીડ ઉમટી હતી. દ્વારકાધીશ મંદિરના છપ્ન સીડી તેમજ મોક્ષ દ્વારે પણ લાંબી કતારોમાં યાત્રિકો જોવા મળ્યા તો બીજી તરફ પોલીસ પ્રસાસન દ્વારકા મંદિરની સુરક્ષા વધારી દેવાઈ હતી.

યાત્રિકોની સુરક્ષા સલામતીને ધ્યાને લઇ ચોરીના બનાવો ના બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથે સીસી ટીવી કેમેરાથી બાજ નજર પણ રાખવામાં આવી રહી હતી. દ્વારકામાં દિવાળી પર્વ પર આ વર્ષે ફરી એક વખત ભીડ ઉમટી હતી. ત્યારે હાલ દ્વારકામાં, મંદિર પરિસર સહીત પંચકુઈ અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે ભીડ યાત્રિકોની જોવા મળી રહી હતી. વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે તંત્રએ ખાસ વ્યવસ્થા કરી હતી.

યાત્રાધામ દ્વારકામાં આવેલ ભક્તો ગોમતી સ્નાન કર્યા બાદ કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


whatsapp ad White Font big size 2 4 દિવાળી વેકેશનમાં 8.50 લાખ યાત્રિકોએ દ્વારકાધીશના દર્શન કર્યા


આ પણ વાંચોઃ મોદી સામે ગેહલોતનો જાદુ ન ચાલ્યો, રાજસ્થાનમાં કોને કેટલી સીટો મળશે; તમામ એક્ઝિટ પોલ

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં કોઈએ કોંગ્રેસને તો કોઈએ ભાજપને ગણાવ્યું આગળ

આ પણ વાંચોઃ આ 5 નવા નિયમો 1 ડિસેમ્બરથી લોકોના જીવનમાં લાવશે ઘણા બદલાવ, જાણો શું આવ્યા બદલાવ?