Not Set/ કોંગ્રેસ/ દેશભરમાં નાગરીક સુધારણા બિલનો વિરોધ કરવા કર્યકોરોને અપાયા આદેશ

લોકસભા બાદ આજે રાજ્યસભામાં નાગરિક સંશોધન બિલ રજૂ કરવામાં આવશે. આ બિલ માટે રાજ્યસભાની સૂચિ પ્રમાણે છ કલાક સુધી ચર્ચા માટે સમય ફાળવાયો છે. આંકડા પ્રમાણે મોદી સરકાર સરળતાથી આ બીલ પાસ કરાવે તેવી શકયતા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ બિલનો સંસદની બહાર પણ જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો હોય તેમ કોંગ્રેસની શિરસ્ત નેતાગીરી દ્વારા […]

Gujarat Others
congress cab કોંગ્રેસ/ દેશભરમાં નાગરીક સુધારણા બિલનો વિરોધ કરવા કર્યકોરોને અપાયા આદેશ

લોકસભા બાદ આજે રાજ્યસભામાં નાગરિક સંશોધન બિલ રજૂ કરવામાં આવશે. આ બિલ માટે રાજ્યસભાની સૂચિ પ્રમાણે છ કલાક સુધી ચર્ચા માટે સમય ફાળવાયો છે. આંકડા પ્રમાણે મોદી સરકાર સરળતાથી આ બીલ પાસ કરાવે તેવી શકયતા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ બિલનો સંસદની બહાર પણ જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો હોય તેમ કોંગ્રેસની શિરસ્ત નેતાગીરી દ્વારા ગુજરાત સહિત દેશભરનાં કાર્યકરોને બિલનાં વિરાઘમાં રાજ્યનાં તમામ મહત્વનાં જીલ્લા – તાલુકા મથકો પર અને મહત્વનાં સંસ્થાનો પર વિરોધ કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે.

બિલનાં વિરાધમાં કોંગ્રેસ દ્વારા લોકસાભામાં પણ ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પરંતુ બહુમતથી બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. રાજ્યસભામા પણ આંંકડાની માયાજાળ જોતા બિલ આસાનીથી પાસ થાય તેવું પ્રતિત થઇ રહ્યું હોય, કોંગ્રેસ દ્વારા પોતાનો વિરોધ પ્રજા વચ્ચે લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઇએ કે કોંંગ્રેસ દ્વારા 11 અને 12 તારીખે તમામ જગ્યા પર વિરોધ પ્રદર્શન કરવાના કાર્યકરોને આદેશ આવી દેવામાં આવ્યા છે. સાથે સાથે રાજ્યસભામાં નાગરિક સંસોધન બિલ હજુ પસાર થયું નથી ત્યાં કોંગ્રેસના આકરા પ્રહારો યથાવત્ રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પણ હવે વિરોધ નોંધાવતા કહ્યું છે કે ભારતના પાયાને નષ્ટ કરતું આ બિલ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.