Not Set/ વલસાડ: ગત રાત્રિથી ભારે વરસાદને પગલે 3 સ્કૂલમાં રજા અપાઇ

વલસાડ વલસાડ જીલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે વલસાડ શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. પાલિકા વિસ્તારમાં આવતા અનેક વોર્ડમાં ઘૂંટણથી ઉપર સુધીના પાણી ભરાઈ ગયા. વરસાદી પાણીનો ભરાવો થતા વલસાડ પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી પડી ગઈ છે. વલસાડ પાલિકાના વોર્ડ નંબર 7માં આવેલા ધોબી તળાવ વિસ્તારમાં નીચાણવાળા […]

Top Stories Gujarat Trending
acidant 12 વલસાડ: ગત રાત્રિથી ભારે વરસાદને પગલે 3 સ્કૂલમાં રજા અપાઇ

વલસાડ

વલસાડ જીલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે વલસાડ શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. પાલિકા વિસ્તારમાં આવતા અનેક વોર્ડમાં ઘૂંટણથી ઉપર સુધીના પાણી ભરાઈ ગયા.

વરસાદી પાણીનો ભરાવો થતા વલસાડ પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી પડી ગઈ છે. વલસાડ પાલિકાના વોર્ડ નંબર 7માં આવેલા ધોબી તળાવ વિસ્તારમાં નીચાણવાળા કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો હાલાકીમાં મૂકાઈ ગયા અને અવિરત વરસી રહેલા વરસાદને કારણે લોકો પર પડતા પર પાટુ મારવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘરમાં પાણી ભરાઈ જતા ઘર વખરી અને અનાજ સહીતના અનેક સામાનને નુકસાન થયું હતું.

acidant 13 વલસાડ: ગત રાત્રિથી ભારે વરસાદને પગલે 3 સ્કૂલમાં રજા અપાઇ

વલસાડના ઉમરગામ પંથકમાં ગત રાત્રિથી ભારે વરસાદ થઈ રહ્યુ છે. તેમજ ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે….ઉમરગામ તાલુકામાં 12 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે.. તેમજ  રેલ્વે ટ્રેક પર વરસાદી પાણી ફરી ભરાઈ જવા થી તેમજ દરેક જગ્યા પાણી ભરાયા હોવાથી 3 સ્કૂલમાં રજા આપવામાં આવી છે… અનેક દુકાનોમાં વરસાદના પાણી ભરાઈ જવાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે…….