Not Set/ અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ-DPS સ્કૂલ વિવાદ, આજે કોર્ટમાં સુનાવણી, જાણો આશ્રમ સંચાલિકાઓ બાબતે કોર્ટે શું કહ્યું..? 

વિવાદિત સ્વામી નિત્યાનંદ અને તેના કરને વિવાદોમાં આવેલ તેના આશ્રમની  બંને સંચાલિકા  અને બીજી બાજુ DPS શાળાના સંચાલિકા મંજુલા શ્રોફ, અને પૂર્વ સંચાલક હિતેન વસંતના જમીન અંગે આજે કોર્ટમાં સુનાવણી થશે. પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વની આશ્રમ સંચાલિકા અમદાવાદનાં હાથીજણ પાસે આવેલી DPS સ્કૂલ સંકુલમાં ચાલતા સ્વામી નિત્યાનંદ આશ્રમમાં યુવતીઓના ગુમ થવાના મામલે પોલીસ ફરિયાદ બાદ વિવિધ […]

Top Stories Ahmedabad Gujarat
army 4 અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ-DPS સ્કૂલ વિવાદ, આજે કોર્ટમાં સુનાવણી, જાણો આશ્રમ સંચાલિકાઓ બાબતે કોર્ટે શું કહ્યું..? 

વિવાદિત સ્વામી નિત્યાનંદ અને તેના કરને વિવાદોમાં આવેલ તેના આશ્રમની  બંને સંચાલિકા  અને બીજી બાજુ DPS શાળાના સંચાલિકા મંજુલા શ્રોફ, અને પૂર્વ સંચાલક હિતેન વસંતના જમીન અંગે આજે કોર્ટમાં સુનાવણી થશે.

પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વની આશ્રમ સંચાલિકા

અમદાવાદનાં હાથીજણ પાસે આવેલી DPS સ્કૂલ સંકુલમાં ચાલતા સ્વામી નિત્યાનંદ આશ્રમમાં યુવતીઓના ગુમ થવાના મામલે પોલીસ ફરિયાદ બાદ વિવિધ પાસાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા આશ્રમની બે સંચાલીકાની ધરપકડ કરવામાં આવી છે. તત્વપ્રિય અને પ્રાણપ્રિયા નામની બે સંચાલીકાની પોલીસે સગીરાઓ સાથે દુર્વ્યવહાર બદલ ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આશ્રમમાં ચાલતા કેટલાક વિવાદોને લઈને છેલ્લા કેટલાંય દિવસથી આશ્રમની બંને સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને તત્વપ્રિય સાબરમતી જેલ માં છે. આજે મિરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં તેમના કેસની સુનાવણી ચાલી રહી છે.  જે અંગે કોર્ટે આગામી સુનાવણી ૧૩ ડિસેમ્બરે કરવાનું નક્કી  કર્યું છે.  આશ્રમની કથિત લાપતા બંને બહેનોના માતા-પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં હેબીયરની અરજી કરવામાં અઆવી છે. અને જ્યાં સુધી તેનો ચુકાદો ના આવે ત્યાં સુધી આ સાધ્વીઓના ચુકાદાને પેન્ડીંગ માં રાખવા માટે થઈ  ને આગામી સુનાવણી 13 તારીખે રાખવામાં આવી છે.

મંજુલા શ્રોફે અને હિતેન વસંતની અરજી પર ચુકાદો

તો બીજી બાજુ આજે આજ કોર્ટમાં DPSના સંચાલકો મંજુલા શ્રોફ અને હિતેન વસંતની જામીન અરજી પર ચુકાદો આવી શકે છે. આ બંનેએ ધરપકડથી બચવા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. મિરઝાપુર ગ્રામ્ય કોર્ટ આજે તેમના કેસ માં પણ ચુકાદો આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આવેલ DPS ઈસ્ટના ખોટા પુરાવાઓ રજુ કરવા બાદલ શાળાના સંચાલક પૂજા મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે,  ત્યારે ફરિયાદ દાખલ થયા બાદ ત્રણે અત્યાર સુધી પોલીસ પકડ થી દૂર છે. અને મંજુલા પૂજા શ્રોફ ,અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતે ગ્રામ્ય કોર્ટમાં  આગોતરા જામીન અરજી કરી હતી.

aa pan vancho :

મંતવ્ય ન્યૂઝનાં અહેવાલની અસર, સાધકો નિત્યાનંદ આશ્રમ ખાલી કરી થયા રવાના

નિત્યાનંદ આશ્રમ શરૂ કરવા જરૂરી મંજુરી નથી લેવાઈ,થશે જપ્તીની કાર્યવાહી : કલેકટર

નિત્યાનંદ આશ્રમ/ કોર્ટ માં બંને યુવતીને રજુ કરો – HCની ચિમકી, વધુ સુનાવણી 10 ડિસેમ્બરે

નિત્યાનંદ કેસ/ વિદેશમાં ફરાર બે યુવતીઓની શોધખોળ શરૂ,ઈન્ટરપોલને જાણ કરાશે

આવો છે નિત્યાનંદ આશ્રમ વિવાદનો શરુઆતથી અત્યાર સુધીનો સમસ્ત ઘટના ક્રમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.