Not Set/ રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા

દૈનિક કેસમાં બિલ્લિ પગે નોધતો વધારો ફરી એકવાર કોલેજ અને શાળા સંચાલકો માટે ચિંતા ઉપજાવે તેવો વિષય બન્યો છે.

Gujarat
Untitled 304 4 રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોના કેસમાં નાનો મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દૈનિક નોધાતા કેસ 20 થી 40 વચ્ચે નોધાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેરની ગંભીરતા સમાપ્ત થયા બાદ નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારમાં રાજ્ય સરકાર દ્વારા પણ મોટા પાયે છૂટ આપવામાં આવી હતી. અને લોકોએ તેનો ભરપૂર આનંદ માણ્યો હતો. તો વેકેશન દરમિયાન રાજ્યના તમામ પિકનિક પ્લેસ અને મંદિરોમાં  ભારે ભીડ જોવા મળી હતી.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આજરોજ રાજ્યમાં કોરોનાના 27 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,26,864 પહોચ્યો છે.  જો કે સારા સમાચાર એ છે કે રાજયમાં વકરતા કોરોના વચ્ચે ગુજરાતમાં 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નથી થયું.

રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 34 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,16,954 છે. તો રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 308 છે.

અત્રે નોધનીય છે કે, રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થતાં રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર શાળા અને કોલેજો ખોલવામાં આવી છે. અને શાળા કોલેજના કેમ્પસ ફરીએકવાર જીવંત બન્યા છે. ત્યારે દૈનિક કેસમાં બિલ્લિ પગે નોધતો વધારો ફરી એકવાર કોલેજ અને શાળા સંચાલકો માટે ચિંતા ઉપજાવે તેવો વિષય બન્યો છે. રાજ્યના અનેક જિલ્લા કોરોના મુક્ત બન્યા હતા. જ્યાં ફરી એકવાર નવા કેસ જોવા મળી રહ્યા છે. જો કે રાજ્યમાં સારો બાબત એ પણ છે કે રાજ્યમાં મોટાપાયે રસીકરણ કરવામાં આવ્યું છે. અને લોકો પણ ઉત્સાહભેર સરકારના રસીકરણના કાર્યક્રમમાં સહભાગી બન્યા છે. અને સરકારના રસીકરણ  કાર્યક્રમને વેગ આપ્યો છે.