Gujrat High Court/ હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે સુઓમોટો અરજી પર આજે સુનાવણી, ‘સુઓમોટો’ એટલે શું

આજે હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને સૂઓમોટો અરજી પર સુનાવણી થશે. દરમ્યાન રાજ્યના સનાથલ જેવા અન્ય જર્જરીત બ્રિજ મુદ્દે આજની સુનાવણીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે.

Top Stories Gujarat

ગુજરાત : આજે હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને ‘સુઓમોટો’ અરજી પર સુનાવણી થશે. દરમ્યાન રાજ્યના સનાથલ જેવા અન્ય જર્જરીત બ્રિજ મુદ્દે આજની સુનાવણીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે. આ સુનાવણી દરમિયાન રાજ્યના 113 બ્રિજોના રિસ્ટરેશન અને રી કન્સ્ટ્રક્શન માટેનો પ્લાન સરકાર હાઈકોર્ટમાં રજૂ કરી શકે છે. અગાઉ કોર્ટે મોરબી કેસમાં અસરગ્રસ્તોને થયેલી માનસિક અસર મામલે તબીબી સારવારના મુદ્દે સરકાર શું કરી રહી છે તેનો ખુલાસો માંગ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, અસરગ્રસ્તોની સ્થિતિ જોતા તેમને જોઈતી મદદ માટેનો રિપોર્ટ તથા વિધવાઓને નોકરી બાબતે જરૂરિયાત અને નોકરી ન કરવા ઇચ્છતી વિધવાઓને માસિક વળતર ચૂકવવા બાબતનો કલેકટર દ્વારા રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં અસરગ્રસ્તોને આર્થિક વળતર ચૂકવવાની જવાબદારી ઓરેવા કંપનીની રહેશે તેમ કોર્ટે જણાવ્યું હતું. મોરબી બ્રિજ દુર્ઘટનામાં થયેલ સુઓમોટો અરજી પર સુનાવણી મહત્વની રહેશે. આ ‘સુઓમોટો’ અરજી એટલે શું અને ક્યારે તેની શરૂઆત થઈ તે અમે તમને જણાવીશું.

Shraddhanjali Yatra was organized regarding Morbi Bridge Tragedy | Morbi  Bridge Tragedy: મોરબી બ્રિજ દુર્ઘટનાનું 1 વર્ષ પૂર્ણ થવા પર ગાંધી આશ્રમથી  CM નિવાસ સુધી થશે શ્રદ્ધાંજલિ ...

‘સુઓમોટો’ અરજી એટલે શું

‘સુઓમોટો’ જાહેર હિતની અરજી (Public Interest Litigation-PIL) માટે સુઓમોટો દાખલ કરાય છે. સુઓમોટો એટલે જ્યારે હાઈકોર્ટ પોતે બનાવનું સંજ્ઞાન લેતું હોય અથવા તો રાજ્યમાં એવી કોઈ દુર્ઘટના બની હોય જે લોકોને અસર કરી રહ્યું હોય ત્યારે  જાહેર હિતની સુગમતા માટે હાઈકોર્ટ પોતાની સત્તાનો ઉપયોગ કરતા સુઓમોટો અરજી દાખલ કરે છે.  કોઈપણ નાગરિક કોર્ટમાં સુઓમોટો દાખલ કરી શકે છે. જાહેર હિતની અરજીનો મૂળ હેતુ કાયદા અને ન્યાય વચ્ચે સંતુલન બનાવવા સાથે સમાજમાં પરીવર્તન લાવવાનો ઉદેશ્ય રહેલો છે.

જાહેર હિત સાથે સંકળાયેલ બાબત

‘સુઓમોટો’ અરજી જાહેર હિત સાથે સંકળાયેલ બાબત છે. એવા અનેક કિસ્સાઓ અને મામલા છે જેની અસર એક વ્યક્તિ નહિ પરંતુ સમગ્ર સમાજ, શહેર અને કેટલાક કિસ્સામાં આખા દેશમાં જોવા મળે છે.  અર્થાત્ એવી બાબતો જે સમગ્ર સમુદાય, શહેર, રાજ્ય અથવા રાષ્ટ્રને અસર કરે ત્યારે કોઈપણ સામાન્ય નાગરિક  સુમોટો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી શકે છે. આ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરીને કાયદેસર રીતે બાબતોને આગળ લાવવામાં આવે છે.  આ અરજી કોઈ પીડિત પક્ષ દ્વારા નહી પરંતુ અદાલત પોતે અથવા ખાનગી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવે છે.  જાહેર હિત સાથે સંકળાયેલ બાબતમાં જ આ આરજી દાખલ કરી શકાય છે પરંતુ  કોઈ અંગત નુકસાન અથવા તો વ્યક્તિગત હિત મામલે સુઓમોટો અરજી  દાખલ કરી શકાતી નથી.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક નિર્ણય, 32 જિલ્લામાં કોર્ટની કાર્યવાહીનું  જીવંત પ્રસારણ કરાશે - Gujarati News | Historic decision by the Gujarat High  Court proceedings will ...

કોઈપણ નાગરિક PIL દાખલ કરવા અદાલતમાં આવે તે જરૂરી નથી. પરંતુ કોઈ ન્યૂઝ આર્ટિકલ લઈને અથવા તો સમાચારમાં કોઈ સમાચાર આવ્યા હોય જેમાં લાગે કે આ બાબત જાહેર હિત માટે નુકસાન કારક છે અને આમાં તંત્રને જાગૃત કરવાની જરૂર છે ત્યારે હાઈકોર્ટમાં કોઈપણ નાગરિક સુઓમોટો દાખલ કરી શકે છે. હાઈકોર્ટ પોતે પણ પોતાની સત્તાનો ઉપયોગ કરી જાહેર હિત સાથે સંકળાયેલ બાબતમાં સુઓમટો અરજી દાખલ કરી શકે છે. અગાઉ કોરોના સમય, મોરબી બ્રિજ દુર્ઘટના અને રખડતા ઢોર મામલે હાઈકોર્ટ દ્વારા સત્તાનો ઉપયોગ કરી સુઓમોટો અરજી દાખલ કરી હતી.  રખડતા ઢોર માટે હાઈકોર્ટે ટ્રાફિકના ઇશ્યુને લઈને રોડ સારા બનાવવા તેમજ ઢોર નિયંત્રણ પોલીસીનો કડક અમલ કરવાને લઈને પીઆઈએલ દાખલ કરી હતી.  તાજેતરમાં વડોદરામાં હરણી તળવા દુર્ઘટનાને લઈને પણ સુઓમોટો દાખલ કરવામાં આવી છે.

ક્યારે થઈ ‘સુઓમોટો’ અરજીની શરૂઆત

‘સુઓમોટો’ની શરૂઆથ 1979માં થઈ તેમ કહી શકાય. એક વકીલ દ્વારા કેદીઓને લઈને એક અરજી કરવામાં આવી હતી. આ મુદ્દો અનેક લોકો સાથે સંકળાયેલો હતો. 1979 માં, અન્ડરટ્રાયલ કેદીઓ વિશે અખબારોમાં સમાચાર પ્રકાશિત થયા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તેઓને સજા થઈ હોત તો પણ તે અંડરટ્રાયલ દરમિયાન જે સમય પસાર કર્યો હતો તેટલો સમય ન હોત. આ સમાચારના આધારે એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો અને આ અરજી ‘પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન (Public Interest Litigation-PIL)’ તરીકે પ્રખ્યાત થઈ. આ રીતે, તેની શરૂઆત 1979 થી સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. પાછળથી સમાન અન્ય ઘણા કેસોને જાહેર હિતની અરજીઓ તરીકે નામ આપવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત : મહેસુલ વિભાગ કર્યા ધરખમ ફેરફાર, 29 મામલતદારોની બદલી અને ગેસ કેડરના 12 અધિકારીઓના પોસ્ટિંગના આદેશ

આ પણ વાંચો:Land For Jobs Case/50 સવાલોના જવાબ આપ્યા બાદ લાલુને ED તરફથી મળશે રાહત, 7 કલાક સુધી ચાલી રહી છે પૂછપરછ

આ પણ વાંચો:US Visa/અમેરિકન વિઝા મેળવવું બનશે સરળ, આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો,ભારતીયોને થશે લાભ