અફઘાનિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કરે તોયબા(તાલિબાન) દ્વારા ત્રણ ભારતીય એન્જિનિયર્સોની છોડી દીધા છે. ત્રણ ભારતીય એન્જિનિયર્સોની છોડવાનાં આવેજમાં તેણે પોતાનાં 11 આતંકવાદીઓને છોડાવી લીધા હોવાની જાણકારી એક વિદેશી મીડિયા દ્વારા પોતાનાં મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, તાલિબાનનાં સભ્યો દ્વારા નામ જાહેર નહીં કરવાને શરતે જણાવવામાં આવ્યું હતું કે, આતંકવાદી સંગઠને પોતાના 11 આતંકવાદીઓને બદલે ત્રણ ભારતીય એન્જિનિયર્સને મુક્ત કર્યા છે. આ અદલાબદલી રવિવારે કોઇ ગુપ્ત સ્થળે કરવામાં આવી હતી.
આ અદલાબદલી અંગે અફઘાનિસ્તાનના કે ભારતીય અધિકારીઓ તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. છોડવામાં આવેલા 11 આતંકવાદીઓને અફઘાનિસ્તાનના અધિકારીઓ અથવા અમેરિકાની સેનાએ બંધક બનાવ્યા હતા કે નહીં તે અંગે તાલિબાન તરફથી જોઇ જાણકારી આપવામાં આવી નહતી.
તાલિબાનના ગુપ્ત સૂત્રો દ્વારા જણાવ્યું હતું કે, તાલિબાનના શેખ અબ્દુર રહીમ અને માવલતી અબ્દુર રશિદને પણ છોડવામાં આવ્યા છે. આ બન્ને કુનાર અને નિમરોજ પ્રાંત માટે તાલિબાનના ગવર્નર તરીકે કામ કરી ચૂક્યા છે. તાલિબાને અફઘાનિસ્તાનના ઉત્તરી બઘલાન પ્રાંત સ્થિત એક એનર્જી પ્લાન્ટમાં કામ કરી રહેલા સાત ભારતીય એન્જિનિયર્સને મે’2018 બંધક બનાવ્યા હતા. તેમાંથી એકને માર્ચમાં છોડી દેવામાં આવ્યો હતો. જ્યારે અન્યની કોઇ જાણકારી મળી નહતી.
આપને જણાવી દઇએ કે પૂર્વે પણ ભારત દ્વારા કાંધહાર પ્લેન અપહરણ કાંડમાં એક કુખ્યાત આતંકીને છોડી મુકવામાં આવ્યો હતો અને તેના કારણે દેશમાં મુંબઇ હુમલા જેવા અનેક ગંભીર તેમજ નાના માટો હુમલા પછીથી ભારત પર કરવામા આવ્યા છે. ત્યારે આ સમાચાર મળતા લોકોમાં ફરી કંદહાર કાંડ થયો હોવાની વાતોએ ચર્ચા પકડી છે. જો કે, “મંતવ્ય ન્યૂઝ” દ્વારા આ બાબતે કોઇ પણ પ્રકારની પુષ્ટી કરવામાં આવતી નથી.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
