Not Set/ નિર્ભયા રેપકાંડના ૬ વર્ષ બાદ પણ પરિસ્થિતિ જૈશે થે, દિલ્હીમાં ૩ વર્ષની બાળકી પર થયો રેપ

નવી દિલ્હી, આજથી લગભગ ૬ વર્ષ અગાઉ રાજધાની દિલ્હીમાં સામે આવેલી નિર્ભયા રેપકાંડની ઘટનાએ દેશભરમાં હાહાકાર મચાવી દીધો હતો. આ ઘટના બાદ સરકાર દ્વારા અનેક દાવાઓ – પ્રતિદાવાઓ કરાયા પરંતુ અત્યારસુધી આરોપીઓ ફાંસીના ફંડા સુધી પહોંચી શક્યા નથી. આ વચ્ચે દિલ્હીમાં જ એક રેપની ઘટના સામે આવી છે, જેને લઈ દેશની રાજધાની શર્મશાર થઇ ગઈ […]

Top Stories India Trending
minor gangrape victim illustration ani નિર્ભયા રેપકાંડના ૬ વર્ષ બાદ પણ પરિસ્થિતિ જૈશે થે, દિલ્હીમાં ૩ વર્ષની બાળકી પર થયો રેપ

નવી દિલ્હી,

આજથી લગભગ ૬ વર્ષ અગાઉ રાજધાની દિલ્હીમાં સામે આવેલી નિર્ભયા રેપકાંડની ઘટનાએ દેશભરમાં હાહાકાર મચાવી દીધો હતો. આ ઘટના બાદ સરકાર દ્વારા અનેક દાવાઓ – પ્રતિદાવાઓ કરાયા પરંતુ અત્યારસુધી આરોપીઓ ફાંસીના ફંડા સુધી પહોંચી શક્યા નથી.

આ વચ્ચે દિલ્હીમાં જ એક રેપની ઘટના સામે આવી છે, જેને લઈ દેશની રાજધાની શર્મશાર થઇ ગઈ છે.

Crime against women4 1 નિર્ભયા રેપકાંડના ૬ વર્ષ બાદ પણ પરિસ્થિતિ જૈશે થે, દિલ્હીમાં ૩ વર્ષની બાળકી પર થયો રેપ
national-delhi-bindapur-innocent-child-rape-accused-neighbor-arrested-nirbhaya-scandal-6 year

હકીકતમાં આ ઘટના દિલ્હીના બિંદાપુર વિસ્તારની છે, જ્યાં માત્ર ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે પડોશના ઘરમાં રહેતા એક શખ્સ દ્વારા કથિત રીતે રેપ કરાયો છે.

જો કે આ રેપ બાદ બાળકી રડવા લાગી હતી. આ જોઇને પડોશીઓને બાળકી સાથે કઈ ઘટિત થયું હોવાનો શક ગયો હતો. પછીથી આરોપીને સ્થાનિક લોકોએ દબોચી લીધો હતો અને પોલીસના હવાલે કર્યો હતો.

girls abused નિર્ભયા રેપકાંડના ૬ વર્ષ બાદ પણ પરિસ્થિતિ જૈશે થે, દિલ્હીમાં ૩ વર્ષની બાળકી પર થયો રેપ
national-delhi-bindapur-innocent-child-rape-accused-neighbor-arrested-nirbhaya-scandal-6 year

જોવામાં આવે તો, જે માસુમ બાળકી સાથે હેવાનિયત આચરવામાં આવી છે તેની વાત કરવામાં આવે તો, તે બાળકીના દુનિયામાં આવ્યાને હજી ત્રણ જ વર્ષ થયા છે, પરંતુ તે આ જ ઉમંરે કોઈના હવસની શિકાર બની ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ દિલ્હીમાં બનેલી નિર્ભયા કાંડની ઘટના બાદ દેશભરમાં આ હેવાનિયત આચરનારા આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવા માટે વિરોધ પ્રદર્શન થયા, ચર્ચાઓના દોર જામ્યા, સત્તા પક્ષ અને વિપક્ષ દ્વારા આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવવામાં આવ્યો છે, પરંતુ પરિણામ શૂન્ય જ છે.