દેશમાં પ્રચંડ બહુમત સાથે ભાજપે સત્તા ફરી મેળવી લીધી છે, જેને લઇને દેશભરમાં લોકો ઉત્સવ મનાવી રહ્યા છે. ત્યારે દેશમાં નાસ્ત્રેદમસની એક ભવિષ્યવાણીને લઇને ચર્ચાઓ તેજ થઇ છે. તે પહેલા આપને જણાવી દઇએ કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં, રાજસ્થાનનાં ચુરુમાં એક રેલીને સંબોધન કરતી વખતે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક પંક્તિઓ વાંચી, ત્યારે દેશનાં લોકોનાં મનમાં મોદી પ્રત્યે એક વિશ્વાસે એક ઊંડી જગ્યા બનાવી લીધી. રાષ્ટ્રહીતની વાતો અને કામ કરનારા મોદીને જનતાએ એકવાર ફરીથી દેશની જવાબદારી સોપી છે. છેલ્લી લોકસભાની ચૂંટણીઓ કરતા આ વખતે જનતાએ મોદીને વધુ બેઠકો આપી છે. મોદીએ પણ જનતાને આભાર વ્યક્ત કરી અને કહ્યું કે, 130 કરોડથી વધુ ભારતીયોએ આ ફકીરની ઝોળી ભરી છે. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં એક વાતની ચર્ચા થઈ હતી. તે ફ્રાન્સનાં મહાન ભવિષ્યવક્તા નાસ્ટ્રેડમસ (1503-1566 ની આગાહી હતી, જેમને લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડ્યા હતા.
શું કહ્યુ હતુ નાસ્ત્રેદમસે?
મહાન ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે 450 વર્ષ પહેલાં આગાહી કરી હતી કે 2014 થી 2026 સુધી, ભારત એવી વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરશે જે લોકોને અને અન્ય બધાને એટલું પ્રેમ કરશે કે તેઓ આગામી ઘણા વર્ષોથી ભારતનાં વડા પ્રધાન બનશે. વર્ષ 2016 માં, કિરણ રીજિજુએ એક અમેઝિંગ ફેક્ટ્સ નામથી ફેસબુક પોસ્ટ શેયર કર્યા હતા. જેમાં નાસ્તાદેમસ અને બીજેપીનાં ગાણિતિક ગણતરી દ્વારા વિજયની ચર્ચા કરવામાં આવી છે.
ભાજપની જીતની વાત 9મી મે જ કરી દેવામાં આવી હતી.
ફ્રાન્કોઇસ ગૌટિરે તેમના બ્લોગમાં 9 મે નાં લેખમાં લખાયેલા એક લેખમાં, 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત વિશે વાત કરી હતી. તેમણે ભાજપની આસપાસ ત્રણસો બેઠકો મેળવવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી , જે સાચી સાબિત થઈ છે. ખરેખર, તો આ વખતે 2019 ની લોકસભાની ચૂંટણીઓની છે જેમાં, મોદીની લહેર નહી પરંતુ મોદીની સુમાની ચાલી રહી હતી, જેમાં તમામ વિપક્ષ વેર વિખેર થઈ ગયો છે.
બીજેપીએ પોતાના દમ પર બહુમતી આંકડો પાર કર્યો છે. 542 બેઠકોમાંથી બીજેપીએ 303 બેઠકો જીતી છે. બીજી તરફ કોંગ્રેસ 52 બેઠકો જ મેળવી શખી હતી. તે જ સમયે કોંગ્રેસે દિલ્હી, હિમાચલ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને મુંબઈ સહિતનાં ઘણા રાજ્યોમાં તેનું ખાતું પણ નથી ખોલી શકી.