Not Set/ હજારો આંખોમાં આંસુ વચ્ચે 19 બાળકની અંતિમયાત્રા નીકળી,ચોથા માળેથી પડતા પહેલા પુત્રીએ પપ્પાને કહ્યું હું જીવ બચાવવા કોશિશ કરીશ

સુરત, સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 19 જેટલાં બાળકોના સહિત 23ના  મોત પછી ખાલી સુરત જ નહીં પરંતું રાજ્ય આખુ સ્તબ્ધ થઇ ગયું છે.આ આગમાં મૃત્યુ પામેલા બાળકોને શહેરના અશ્વિની કુમાર સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યા ત્યારે એવો માહોલ સર્જાયો હતો કે ભલભલા પથ્થર દિલની આંખ પણ ભરાઇ આવે. સુરતમાંથી શનિવારે સવારે જ્યારે […]

Top Stories Gujarat Surat
refr 4 હજારો આંખોમાં આંસુ વચ્ચે 19 બાળકની અંતિમયાત્રા નીકળી,ચોથા માળેથી પડતા પહેલા પુત્રીએ પપ્પાને કહ્યું હું જીવ બચાવવા કોશિશ કરીશ

સુરત,

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 19 જેટલાં બાળકોના સહિત 23ના  મોત પછી ખાલી સુરત જ નહીં પરંતું રાજ્ય આખુ સ્તબ્ધ થઇ ગયું છે.આ આગમાં મૃત્યુ પામેલા બાળકોને શહેરના અશ્વિની કુમાર સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યા ત્યારે એવો માહોલ સર્જાયો હતો કે ભલભલા પથ્થર દિલની આંખ પણ ભરાઇ આવે.

સુરતમાંથી શનિવારે સવારે જ્યારે 19 બાળકોની અંતિમયાત્રા નીકળી ત્યારે શહેર આખુ હીબકે ચડ્યું હતું.તક્ષશીલા બિલ્ડીંગની પાછળ જ આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી ક્રિશ્ના ભિકડીયા હવે આ દુનિયામાં નથી રહી.આગમાં હોમાઇ ગયેલી ક્રિશ્નાએ મોતને ભેટતા ત્રણ મિનિટ પહેલાં જ તેના પિતા સુરેશભાઇને ફોન કર્યો હતો,જેમાં કહ્યું હતું કે…

પપ્પા અમારે ત્યાં તક્ષશીલા બિલ્ડિંગમાં આગ લાગી છે અને પપ્પા સૌથી પહેલા અમારો દાદરો જ બળીને ખાખ થઈ ગયો છેકારણ કે અમાર દાદર લાકડાનો હતો…પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જવાની કોશિશ કરી રહ્યા છેહું પણ બારીમાંથી કુદવા જાઉં છુંજીવ બચાવવાની કોશિશ કરીશ પપ્પા…

refr 5 હજારો આંખોમાં આંસુ વચ્ચે 19 બાળકની અંતિમયાત્રા નીકળી,ચોથા માળેથી પડતા પહેલા પુત્રીએ પપ્પાને કહ્યું હું જીવ બચાવવા કોશિશ કરીશ

આગમાં હોમાયેલી ત્રણ વિદ્યાર્થીનીઓ આશાદીપ શાળાની હતી. ધોરણ 12 કોમર્સના આજે જાહેર થયેલા પરિણામમાં 3 વિદ્યાર્થીનીઓ યશ્વીહસ્તી અને માનસીનું પરિણામ પણ જાહેર થયું હતું,જેમાં તેઓ 60 ટકા કરતાં વધુ આવતા સમગ્ર શાળામાં ગમગીની છવાઈ ગઈ છે.

મૃતકોમાં વિદ્યાર્થીઓ ઋતુ સંજયભાઈ સાકરિયાયશ્વી દિનેશભાઈ કેવડીયા,  હસ્તી હિનેશભાઈ સુરાણીયેશા રમેશભાઈ ખડેલાદ્રષ્ટિ વિનુભાઈ ખૂંટજાહનવી ચતુર વસોયા, કૃતિ નીલેશભાઈ દયાળમાનસી પ્રવિણભાઈ વરસાણીગ્રિષ્મા જયેશભાઈ ગજેરાઇશા ક્રાંતિભાઈ કાકડિયાજાહનવી મહેશભાઈ વેકરિયાવંશવી જયેશભાઈ કાનાણી, ક્રિષ્ણા સુરેશભાઈ ભીડકિયાખુશાલી કિરીટભાઈ કોટડિયારુમિ રમેશભાઈ બલરનિસર્ગ પરેશભાઈ કાતરોડિયામિત દિલીપભાઈ સંઘાણીઅંશ મનસુખભા ઠુમરરુદ્ર ઇશ્વરભાઈ ડોંડાનો સમાવેશ થયાનું જાણવા મળે છે.