પ્રધાનપદ/ ભુપેન્દ્ર પટેલ સરકારને મંત્રીમંડળમાં અરવલ્લી જિલ્લાને પહેલી વખત પ્રધાનપદ

સીએમ ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની નવા પ્રધાનમંડળ અંગેની ચર્ચાઓને પણ મહદ અંશે પૂરી થઈ ગઈ છે. આ વખતે મંત્રીમંડળમાં અરવલ્લી જિલ્લાને પ્રધાનપદ મળી રહ્યુ છે. અરવલ્લી જિલ્લાની રચના થયા પછી તેને સૌપ્રથમ વખત પ્રધાનપદ મળી રહ્યું છે. 

Top Stories Gujarat
Bhikhusingh parmar ભુપેન્દ્ર પટેલ સરકારને મંત્રીમંડળમાં અરવલ્લી જિલ્લાને પહેલી વખત પ્રધાનપદ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં 182માંથી 156 બેઠકો સાથે જ્વલંત સફળતા પછી સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ભાજપની સરકાર રચાવવા જઈ રહી છે. ભાજપ સાતમી વખત સરકાર રચી રહ્યુ છે ત્યારે આ સરકારનું કેબિનેટ પણ મહદઅંશે નિશ્ચિત થઈ ગયું છે. સીએમ ભુપેન્દ્ર પટેલની સાથે નવું પ્રધાનમંડળ પણ શપથ લેવાનું છે. નવા પ્રધાનમંડળ અંગેની ચર્ચાઓને પણ મહદ અંશે પૂરી થઈ ગઈ છે. આ વખતે મંત્રીમંડળમાં અરવલ્લી જિલ્લાને પ્રધાનપદ મળી રહ્યુ છે. અરવલ્લી જિલ્લાની રચના થયા પછી તેને સૌપ્રથમ વખત પ્રધાનપદ મળી રહ્યું છે.

મોડાસા બેઠકના નવા ધારાસભ્ય ભીખુસિંહ પરમારને નવી સરકારના પ્રધાન મંડળમાં સ્થાન મળ્યુ છે. મોડી રાત્રી દરમિયાન ટેલિફોનિક જાણકારી શપથ લેવા માટે આપવામાં આવતા જ  અરવલ્લી જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.  મોડાસા શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

આ અંગે ભીખુસિંહે પોતાને ફોન દ્વારા જાણકારી આપવામાં આવી હોવાનુ જણાવ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, વિકાસ અને સામાન્ય માણસના કાર્યને તેઓ પ્રાથમિકતા આપશે. મોડાસા વિસ્તારના વિકાસ માટે પણ તેઓ કટિબદ્ધ છે અને આ અંગે તેઓ સતત પ્રયાસ કરશે. પ્રધાનમંડળમાં સમાવેશ થવાના સમાચાર ફેલાતા જ વિસ્તારના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભીખુસિંહને શુભેચ્છા પાઠવવાની શરુઆત થઈ હતી.

અરવલ્લી જિલ્લાની રચના સમયથી અહીં વિધાનસભાની બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યો હતા. પરંતુ હવે 2022માં ભાજપને બે બેઠકો અરવલ્લી જિલ્લામાં મળી છે. જેમાં મોડાસા બેઠક 10 વર્ષ બાદ ભાજપે પરત મેળવી છે. વર્ષ 2012 થી આ બેઠક પર કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી હતી. પરંતુ હવે 2022 માં ભાજપે મોડાસા બેઠકને રણનિતી સાથે પરત મેળવી લેવામાં સફળતા મેળવી છે. મોડાસા બેઠક પર 2012 માં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરે જીત મેળવી હતી, ત્યારબાદ 2017માં ફરી વાર રાજેન્દ્રસિંહે પાતળી સરસાઈથી જીત મેળવી હતી. ભીખુસિંહ પરમારની તે વખતે હાર થઈ હતી. પરંતુ ફરીવાર ભાજપે તેમની પર ભરોસો દાખવી મેદાને ઉતારતા મોડાસાએ તેમને મોટા માર્જીનથી જીત અપાવી હતી.

આ પણ વાંચોઃ

શપથવિધિ/આજે ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિઃ પીએમ મોદી હાજર રહેશે

security/શપથવિધિ પૂર્વે ગાંધીનગરમાં ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ