રાજકોટની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના કારણે દર્દીઓને થઈ રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ રાજકોટ કલેકટર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ કલેકટર રેમ્યા મોહન દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજકોટમાં ઓક્સિજનનો પ્રશ્ન 80 થી 90 ટકા સોલ થઈ ગયો છે. સવારે 17 ટન ઓક્સિજન આવી ગયા છે. તેમજ તે વિસ્તારના બે ટેન્કર આગામી બેથી ત્રણ કલાકમાં પહોંચી જશે. તેમજ સુધીમાં ૫૦ ટકા ઓક્સિજન રાજકોટમાં ઠલવાઈ જશે.
આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાવનગર થી 10 ટન ઓક્સિજન સાંજ સુધીમાં આવી જશે. દરેક ટેન્કરમાં 17 થી 18 હજાર મેટ્રિક ટન લીટર ઓક્સિજન હોય છે. રાજકોટને 110 કરોડની જરૂરિયાત છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 30થી વધુ અધિકારીઓની ટીમ ઓક્સિજન બાબતે કામગીરીમાં જોડાઇ છે. ડેપ્યુટી કલેકટર જે.કે. જગોડા એડિશનલ કલેક્ટર જે.કે.પટેલ તેમજ પ્રદર્શન મામલતદારો તેમજ તેમનો સમગ્ર સ્ટાફ સિવિલ હોસ્પિટલ, સમરસ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચે તે અંગે વ્યવસ્થા માટે કામે લાગી ગયા છે.
આ ઉપરાંત રાજકોટમાં કોરોના પોઝિટિવ આઈસોલેશનના દર્દીઓને માટે પણ કલેકટર રેમ્યા મોહને વ્યવસ્થા કરી છે. હોમ આઇસોલેટ થયેલા તમામ દર્દીઓને જયદીપ ઓક્સિજન એજન્સી, કેપ્ટન ગેટ શાપર વેરાવળ ખાતેથી ઓક્સિજન સિલિન્ડર મેળવવાનો રહેશે.હાલમાં તો કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમના દ્વારા ઓક્સિજન માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, હવે આગામી એક-બે દિવસમાં સાચા પરિણામનો ખ્યાલ આવશે કે તેમને ગોઠવેલી વ્યવસ્થા કેટલી કારગત નીવડે છે.