Not Set/ યુએસ ઓપન્સનાં ફાઇનલ્સમાં પહોંચી સેરેના, ઓસાકા સાથે થશે ભીડંત

6 વાર ચેમ્પિયન બનેલી સેરેના વિલિયમ્સ અનાસ્તાસિયા સેવાસ્તોવાને હરાવીને નવમી વખત યુએસ ઓપન્સ ફાઇનલ્સમાં પહોંચી ગઈ છે. હવે સેરેનાનો મુકાબલો જાપાનની નાઓમી ઓસાકા સાથે થશે. સત્તરમી અગ્રતા મેળવેલી સેરેના વિલિયમ્સની નજર હવે 24માં ગ્રાન્ડસ્લેમ પર હશે. તે ગત વર્ષે બેટીનાં જન્મ બાદ બીજા ગ્રાન્ડ સ્લેમ સુધી પહોંચી છે. તેને 19 મી અગ્રતા પ્રાપ્ત સેવાસ્તોવાને 6-3, […]

Top Stories Sports
5b8e538e959f341c008b581b 750 511 યુએસ ઓપન્સનાં ફાઇનલ્સમાં પહોંચી સેરેના, ઓસાકા સાથે થશે ભીડંત

6 વાર ચેમ્પિયન બનેલી સેરેના વિલિયમ્સ અનાસ્તાસિયા સેવાસ્તોવાને હરાવીને નવમી વખત યુએસ ઓપન્સ ફાઇનલ્સમાં પહોંચી ગઈ છે. હવે સેરેનાનો મુકાબલો જાપાનની નાઓમી ઓસાકા સાથે થશે. સત્તરમી અગ્રતા મેળવેલી સેરેના વિલિયમ્સની નજર હવે 24માં ગ્રાન્ડસ્લેમ પર હશે. તે ગત વર્ષે બેટીનાં જન્મ બાદ બીજા ગ્રાન્ડ સ્લેમ સુધી પહોંચી છે.

તેને 19 મી અગ્રતા પ્રાપ્ત સેવાસ્તોવાને 6-3, 6-0 હરાવવામાં માત્ર 66 મિનિટ લાગી છે. ત્યાં જ 20 મી અગ્રતા પ્રાપ્ત ઓસાકા ગ્રેન્ડસ્લેમ ફાઇનલ્સમાં પહોંચેલી પહેલી ખેલાડી બની ગઈ છે. તેણીએ અમેરિકાની મેડિસન કીને 6-2, 6-4 થી હરાવી હતી. સેરેનાએ પોતાના સફરને અદ્ભૂત બનાવતા જણાવ્યું હતું કે,

હોસ્પિટલનાં પલંગ પરથી ઉઠીને એક વર્ષમાં અહીંયા સુધી પહોંચવું સહેલું નહોતું. ગત વર્ષે એક વર્ષ પછી સતત બે ગ્રાન્ડસ્લેમ ફાઇનલ્સમાં પહોંચી હતી. આટલી ગતિથી અહીંયા પહોંચવું ખુબ અદભુત અનુભવ છે.”

સેરેના વિમ્બલડન ફાઇનલ્સમાં પન પહોંચી હતી. જો તે યુએસ ઓપન્સ જીતી લેશે તો ક્રિસ એવર્ટનાં રેકોર્ડને ખંડિત કરશે અને ઓસ્ટ્રેલિયાની માર્ગરેટ કોર્ટનાં 24 ગ્રાન્ડસ્લેમનાં રેકોર્ડની બરાબરી કરી લેશે.