Cricket/ અશ્વિને ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ રેકોર્ડ બનાવ્યો, જાણો ક્રિકેટ જગતની 10 મોટી ઘટનાઓ

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. આ સીરીઝમાં 2-0થી આગળ ચાલી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમને ત્રીજી મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો એક ખેલાડી ઈજાના કારણે શ્રેણીની છેલ્લી મેચમાંથી બહાર થઈ ગયો છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ડેવિડ વોર્નર છે. ટીમના ઓપનિંગ બેટ્સમેન વોર્નરને કમરના દુખાવાના કારણે આ સીરીઝની છેલ્લી મેચ ગુમાવવી પડી હતી.

Sports
YouTube Thumbnail 2024 02 24T141745.846 અશ્વિને ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ રેકોર્ડ બનાવ્યો, જાણો ક્રિકેટ જગતની 10 મોટી ઘટનાઓ

Sports News: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતનો ક્રિકેટ સ્ટાર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને એક મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. બીજી તરફ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટી-20 સિરીઝ દરમિયાન બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. તો કર્ણાટકમાં ઘરેલુ ક્રિકેટરના મોતથી ક્રિકેટ જગતને મોટો આઘાત લાગ્યો છે. જાણો ક્રિકેટ જગતની 10 મોટી ઘટનાઓ…

Ashwin 3 wickets away from smashing huge Kumble record and join Murali,  Anderson | Cricket - Hindustan Times

ઈંગ્લેન્ડ વિરૂદ્ધ અશ્વિનનો રેકોર્ડ

આર. અશ્વિને ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં જોરદાર સદી ફટકારી છે. વાસ્તવમાં, આ મેચમાં અશ્વિને જૉની બેયરસ્ટોને આઉટ કરતાની સાથે જ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 100મી વિકેટ લીધી હતી. આવું કરનાર અશ્વિન ભારતનો પ્રથમ બોલર બની ગયો છે. આ પહેલા કોઈ ભારતીય બોલરે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં 100 વિકેટ ઝડપી નહોતી. આ લિસ્ટમાં ભાગવત સુબ્રમણ્યમ ચંદ્રશેખર બીજા નંબરે છે. ભાગવત સુબ્રમણ્યમ ચંદ્રશેખરે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં 95 વિકેટ લીધી હતી. આ સિરીઝમાં અશ્વિને તેને હરાવ્યો હતો અને હવે તે 100 વિકેટ પણ પહોંચી ગયો છે.

ડેબ્યૂ મેચમાં આકાશદીપનો જબરદસ્ત પર્ફોમન્સ

ઈંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટમાં આકાશદીપ સિંહે પોતાની ડેબ્યૂ મેચમાં ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. ટીમ ઈન્ડિયાના ચાહકોને લાગ્યું કે, બુમરાહ ચોક્કસપણે મિસ થશે, પરંતુ આકાશદીપ સિંહે આવું થવા દીધું નહીં. તેણે તેના પહેલા જ સ્પેલમાં માત્ર 24 રન આપીને 3 વિકેટ લીધી હતી. આકાશદીપ સિંહે આ દરમિયાન બંને ઓપનર જેક ક્રાઉલી અને બેન ડકેટને આઉટ કર્યા હતા. આ સિવાય તેણે ઓલી પોપને પણ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

Glenn Maxwell Writes An Unforeseen Script At Wankhede - Forbes India

ગ્લેન મેક્સવેલએ બનાવ્યો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચોની T20 શ્રેણીની બીજી મેચ 72 રને જીતીને હવે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલે પણ એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. હવે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી બની ગયો છે. જોકે, આ મેચમાં મેક્સવેલ બેટથી કંઈ ખાસ કરી શક્યો ન હતો અને 4 બોલમાં માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

ભારત વિરૂદ્ધ જો રૂટનું પ્રદર્શન

ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જો રૂટે ભારત સામે જોરદાર સદી ફટકારી હતી. રૂટ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. જેમાં તેના નામે 29 મેચમાં 10 સદી છે. આ મામલે રૂટએ સ્ટીવ સ્મિથને પાછળ છોડી દીધો છે. જેણે ભારત વિરુદ્ધ 19 મેચમાં 9 સદીની ઇનિંગ્સ રમી હતી. રૂટ, રિકી પોન્ટિંગ સાથે ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે સૌથી વધુ 50થી વધુ રનની ઇનિંગ્સ રમવાના સંદર્ભમાં સંયુક્તરૂપે પહેલું સ્થાન ધરાવે છે. રૂટે ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે અત્યાર સુધી 20 વખત આ કારનામુ કર્યું છે.

મુશીર ખાનની સદી

રણજી ટ્રોફી 2023-24 સીઝન હવે નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશી ગઈ છે. જેમાં મુંબઈની ટીમ તેની ક્વાર્ટર ફાઈનલ મેચ તેના હોમ ગ્રાઉન્ડ પર બરોડા સામે રમી રહી છે. પ્રથમ દિવસની રમતમાં મુંબઈની ટીમે 5 વિકેટના નુકસાન પર 248 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં સ્કોર 99 થયો ત્યાં સુધી મુંબઈએ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાને એક છેડેથી ઈનિંગની કમાન સંભાળી અને સદી ફટકારી હતી. મુશીર ખાને 216 બોલમાં 128 રન બનાવીને અણનમ રહ્યો હતો.

WPL 2024: New Delhi And Bengaluru Are Likely To Be Venues For 2024 Women's  Premier League -

રોમાંચથી ભરપૂર રહી WPLની પ્રથમ મેચ

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝનની શરૂઆત ખૂબ જ રોમાંચક રીતે જોવા મળી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં ઉત્તેજના તમામ હદ વટાવી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. આ મેચના છેલ્લા બોલ પર મુંબઈ ઈન્ડિયન્સની ટીમને જીતવા માટે 5 રનની જરૂર હતી અને સજીવની સંજનાએ સિક્સર ફટકારીને ટીમને 4 વિકેટે વિજય અપાવ્યો હતો. આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા, ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સે પણ 20 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો, જેમાં ટીમ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે 55 રનની ઇનિંગ રમી હતી.

ડેવોન કોન્વે થયો ઘાયલ

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની T20 સિરીઝ દરમિયાન સ્ટાર બેટ્સમેન ડેવોન કોન્વે ઈજાગ્રસ્ત થયો છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચ દરમિયાન ડેવોન કોન્વેને ડાબા અંગૂઠામાં ઈજા થઈ હતી. આ ઈજાના કારણે ડેવોન કોનવે શ્રેણીની છેલ્લી મેચમાંથી બહાર થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડની ટીમે સિરીઝની છેલ્લી મેચ માટે ટીમમાં તેના સ્થાને ટિમ સીફર્ટનો સમાવેશ કર્યો છે.

વોર્નર નહીં રમે આવનારી મેચ

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. આ સીરીઝમાં 2-0થી આગળ ચાલી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમને ત્રીજી મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો એક ખેલાડી ઈજાના કારણે શ્રેણીની છેલ્લી મેચમાંથી બહાર થઈ ગયો છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ડેવિડ વોર્નર છે. ટીમના ઓપનિંગ બેટ્સમેન વોર્નરને કમરના દુખાવાના કારણે આ સીરીઝની છેલ્લી મેચ ગુમાવવી પડી હતી.

કર્ણાટકના પૂર્વ ક્રિકેટરનું મોત

કર્ણાટકના પૂર્વ ક્રિકેટર કે હોયસાલાએ હાર્ટ એટેકના કારણે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. મેદાન પર વિજયની ઉજવણી કરતી વખતે કે હોયસલાનું અવસાન થયું. આ ઘટના બેંગલુરુના RSI ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચાલી રહેલી એજીસ સાઉથ ઝોન ટુર્નામેન્ટમાં કર્ણાટક અને તમિલનાડુ વચ્ચેની મેચ દરમિયાન બની હતી. આ સમાચારથી ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Friendship Series for the Blind: India beat Pakistan by 46 runs - Daily  Excelsior

પાકિસ્તાનને હરાવ્યુ ભારતીય ટીમે

દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મેચની બ્લાઈન્ડ ફ્રેન્ડશિપ ક્રિકેટ સિરીઝ રમાઈ રહી છે. આ શ્રેણીની બીજી મેચ 23 ફેબ્રુઆરીએ રમાઈ હતી. આ મેચમાં ભારતીય અંધ ક્રિકેટ ટીમે શાનદાર જીત હાંસલ કરી હતી. આ સાથે જ બંને ટીમો વચ્ચેની શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે. આ પહેલા 22 ફેબ્રુઆરીએ રમાયેલી સિરીઝની પ્રથમ મેચમાં પાકિસ્તાને જીત મેળવી હતી. સુનીલ રમેશ અને ડી વેંકટેશ્વર રાવની અડધી સદીથી ભારતીય પુરૂષ ટીમને ફ્રેન્ડશિપ ક્રિકેટ સિરીઝની બીજી T20માં પાકિસ્તાનને 46 રનથી હરાવવામાં મદદ મળી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આંકલાવની કોસિન્દ્રા સ્કૂલમાં શિક્ષણ જગતને કલંક લગાડતી ઘટના

આ પણ વાંચો:વેરાવળ બંદર પરથી 350 કરોડનું હેરોઈન પકડાયું, 9 ખલાસીની ધરપકડ