Cricket/ પોતાની ત્રીજી ટેસ્ટ મેચમાં અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, 133 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

ઈંગ્લેન્ડ એકવાર ફરી ચોથી ટેસ્ટ મેચમાં બેકફૂટ પર દેખાઇ રહી છે. ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો,

Sports
Mantavya 66 પોતાની ત્રીજી ટેસ્ટ મેચમાં અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, 133 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

ઈંગ્લેન્ડ એકવાર ફરી ચોથી ટેસ્ટ મેચમાં બેકફૂટ પર દેખાઇ રહી છે. ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે હાલમાં ઉલટો પડ્યો હોય તેવુ દેખાઇ રહ્યુ છે. હાલમાં ચાલી રહેલી મેચમાં ભારતીય સ્પિનર અક્ષર પટેલ ફરી એકવાર સારુ પ્રદર્શન કરતો દેખાઇ રહ્યો છે.

Cricket / રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને લાગ્યો મોટો ઝટકો, જાણો શું છે મામલો

આપને જણાવી દઇએ કે, અક્ષરે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં સારું પ્રદર્શન યથાવત રાખ્યું છે. ગુરુવારે ચોથી ટેસ્ટ મેચનાં પહેલા દિવસનાં પહેલા સત્રમાં અક્ષરે ઇંગ્લેન્ડનાં ઓપનર જૈક ક્રોલી અને ડોમિનિક સિબ્લીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. અક્ષર કે જેણે ચેન્નાઈ ટેસ્ટથી ડેબ્યૂ કર્યુ તેની હવે 20 વિકેટ થઇ ગઇ છે. અક્ષર ટેસ્ટમાં સૌથી ઓછા રન આપીને પ્રથમ 20 વિકેટ લેવાની દ્રષ્ટિએ બીજા નંબર પર પહોંચી ગયો છે. અક્ષરે જ્યારે ટેસ્ટમાં તેની 20 મી વિકેટ લીધી હતી, ત્યારે તેણે 174 રન આપ્યા હોવાનુ નોંધાયુ હતુ.

Cricket / આજે રમાશે સીરીઝની અંતિમ ટેસ્ટ, ભારત માટે WTC ફાઈનલ પહેલા ‘સેમિફાઇનલ’ જેવી બનશે સ્થિતિ

આ મામલે હવે તેણે ઓસ્ટ્રેલિયાનાં ચાર્લ્સ ટર્નરનો રેકોર્ડ તોડ્યો છે. તેણે વર્ષ 1887-88માં 181 રનમાં 20 વિકેટ લીધી હતી. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનાં રોબર્ટ આર્નોલ્ડ લોકર મેસી પ્રથમ ક્રમે છે. 1972 માં, મેસીએ માત્ર 167 રન આપી 20 વિકેટ ઝડપી હતી. આપને જણાવી દઈએ કે, અક્ષરે આ શ્રેણીની બીજી ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. પ્રથમ બે ટેસ્ટમાં તેણે ઇનિંગ્સમાં ત્રણ વખત 5 વિકેટ ઝડપી છે. તે ત્રીજી ટેસ્ટમાં 11 વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ