Asia Cup 2023/ પાકિસ્તાનની મેચમાં જોવામાં ચાહકોને નથી રસ! સ્ટેડિયમમાં ખાલી ખુરશીઓ જોઈને લોકોએ સોશિયલ મીડિયા પર ઉડાવી મજાક

15 વર્ષ બાદ એશિયા કપની મેચ પાકિસ્તાનમાં રમાઈ રહી છે. એશિયા કપ છેલ્લે 2008માં પાકિસ્તાનમાં રમાયો હતો. હવે એશિયા કપની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલ્તાનમાં રમાઈ રહી છે.

Top Stories Sports
Untitled 235 1 પાકિસ્તાનની મેચમાં જોવામાં ચાહકોને નથી રસ! સ્ટેડિયમમાં ખાલી ખુરશીઓ જોઈને લોકોએ સોશિયલ મીડિયા પર ઉડાવી મજાક

એશિયા કપ 2023 શરૂ થઈ ગયો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો મુલતાનના મેદાન પર આમને-સામને છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જો કે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ઘણી મજાક ઉડી રહી છે. વાસ્તવમાં, પાકિસ્તાન અને નેપાળ વચ્ચેની મેચ જોવા માટે બહુ ઓછા પ્રશંસકો મુલતાન સ્ટેડિયમમાં આવ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સે આવી પ્રતિક્રિયાઓ આપી હતી

આપને જણાવી દઈએ કે 15 વર્ષ બાદ એશિયા કપની મેચ પાકિસ્તાનમાં રમાઈ રહી છે. એશિયા કપ છેલ્લે 2008માં પાકિસ્તાનમાં રમાયો હતો. હવે એશિયા કપની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલ્તાનમાં રમાઈ રહી છે. PAK vs NEP મેચ જોવા માટે બહુ ઓછી સંખ્યામાં ચાહકો મુલ્તાન સ્ટેડિયમ પહોંચ્યા છે. જે બાદ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની મજાક ઉડાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં ચાહકોની સંખ્યા ઘણી ઓછી છે.

એશિયા કપ 2023 શરૂ થઈ ગયો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં રમાઈ રહી છે. એશિયા કપના ઈતિહાસમાં પ્રથમ વખત આ ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ હેઠળ રમાઈ રહી છે. પાકિસ્તાન પાસે એશિયા કપની યજમાનીનો અધિકાર હોવા છતાં, ત્યાં માત્ર 4 મેચો યોજાશે. અને ફાઈનલ સહિત બાકીની 9 મેચો શ્રીલંકામાં રમાશે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાએ સુરક્ષાના કારણે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:ચંદ્ર પર ઈસરોને મોટી સફળતા, પ્રજ્ઞાન રોવરે શોધી કાઢ્યો ઓક્સિજન, હાઈડ્રોજનની શોધ ચાલુ

આ પણ વાંચો:બકરીની બાબતે થયો ઝઘડો, પાડોશીએ યુવકના ગુપ્તાંગને ચાવી ખાધું…

આ પણ વાંચો:‘સર્જિકલ સ્ટ્રાઈક અને ગોધરા જેવી ઘટનાઓને અંજામ આપી શકે છે ભાજપ ‘, સંજય રાઉતનો દાવો

આ પણ વાંચો:આદિત્ય L1 સાથે શું છે PAPAનું કનેક્શન, કેવી રીતે થશે ફાયદો, જાણો મિશનની કુલ કિંમત