મલેશિયા/ કોરોનાની પાબંધીઓ વચ્ચે પણ એક વ્યક્તિએ કર્યું કઈ ખાસ, જાણીને તમે પણ…

આ પ્રકારના વિકટ સ્થિતિમાં પણ વિશ્વમાં એવા ધનાઢ્યો છે જે પોતાના શોખ અને પસંદ માટે પૈસા ખર્ચવામાં જરાય પાછા નથી વળતા. મલેશિયામાં એક ધનિકે…

World Trending
મલેશિયા ચોખા હેલિકોપ્ટર

કોરોના મહામારીએ વિશ્વના ઘણા દેશોમાં ભયંકર વિનાશ સર્જ્યો છે. આવી સ્થિતિમાં, લોકો તેમના જીવનને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક તરફ, કોરોનાને કારણે, ઘણા લોકો બે વખતનું જમવાની પણ વ્યવસ્થા કરી શકતા નથી. આ પ્રકારના વિકટ સ્થિતિમાં પણ વિશ્વમાં એવા ધનાઢ્યો છે જે પોતાના શોખ અને પસંદ માટે પૈસા ખર્ચવામાં જરાય પાછા નથી વળતા. મલેશિયામાં એક ધનિકે પોતાની પસંદગીના ચોખા લેવા માટે ખાસ હેલિકોપ્ટર મોકલ્યા હતા.

આ પણ વાંચો :ભારતમાં આવેલા અમેરિકાના વિદેશમંત્રીએ આ કામ કરતાં ચીન રોષે ભરાયું,જાણો કેમ

રિપોર્ટ પ્રમાણે મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં રહેતા એક વ્યક્તિએ પોતાની પસંદગીના ચોખા મંગાવ્યા હતા. આ ચોખા માટે તેણે નજીકના શહેરમાં હેલિકોપ્ટર મોકલ્યું હતું અને 36 પેકેટ મંગાવ્યા હતા. હેલિકોપ્ટરને ચોખા લાવવા માટે 160 કિલોમીટરની યાત્રા કરી હતી.

જો કે આ ઘટનાની જાણ થયા બાદ સમગ્ર દેશમાં તેની ટીકા થઇ રહી છે. ઉપરાંત આ ઘટનાને કોરોના માટેના નિયમોનું ઉલ્લંઘન ગણાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર હાલ આ હેલિકોપ્ટરની તસવીરો વાયરલ થઇ રહી છે અને લોકો પૂછી રહ્યા છે કે, જ્યારે લોકોને બે ટાઇમ ખાવાના ફાંફા છે ત્યારે કોઇ આવું કેવી રીતે કરી શકે.

આ પણ વાંચો : ભૂકંપના શક્તિશાળી ઝટકાઓથી ધ્રુજી ઉઠ્યો અમેરિકાનો અલાસ્કા પ્રાયદ્વીપ, સુનામીની ચેતવણી કરાઈ જાહેર

મામલાએ ભારે ચર્ચા જગાવી છે ત્યારે હવે પોલીસે એવો ખુલાસો કર્યો છે કે, હેલિકોપ્ટરને મેન્ટનેનન્સના ભાગરૂપે ઉડાન ભરવાની છુટ આપવામાં આવી હતી. જોકે હજી સુધી ચોખા મંગાવનારા ધનિકની ઓળખ થઈ શકી નથી.

આ પણ વાંચો :અમેરિકામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેસ, 6 લોકોનાં મોત

આ પણ વાંચો :સાઉદી અરેબીયાએ નાગરિકોને આપી ચેતવણી, ભારત સહિત આ 16 દેશોની કરી મુસાફરી તો…