Not Set/ ચંદ્રબાબુ નાયડુ થયા NDAથી અલગ, BJPને કહ્યું ‘બ્રેક પ્રોમિસ પાર્ટી’

નવી દિલ્હી, આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો ના મળવાની નારાજગીના કારણે શુક્રવાર સવારના રોજ સંસદમાં મોદી સરકારના વિરુદ્ધ પહેલું વિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારમાંથી બહાર થયા બાદ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ હવે ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધન છોડવાની જાહેરાત કરી છે. TDP withdrew support from NDA, which did injustice to AP, TDP President Chandrababu Naidu took […]

Top Stories
Modi Naidu ચંદ્રબાબુ નાયડુ થયા NDAથી અલગ, BJPને કહ્યું 'બ્રેક પ્રોમિસ પાર્ટી'

નવી દિલ્હી,

આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો ના મળવાની નારાજગીના કારણે શુક્રવાર સવારના રોજ સંસદમાં મોદી સરકારના વિરુદ્ધ પહેલું વિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારમાંથી બહાર થયા બાદ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ હવે ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધન છોડવાની જાહેરાત કરી છે.

મોદી સરકારને કેન્દ્રમાં લગભગ ચાર વર્ષ થઈ ગયા છે. હવે આગળની ચુંટણીની તૈયારી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ મોદી સરકાર માટે હાલ વિપક્ષી અને તેના સાથી દળો મુશ્કેલીઓ વધારતા જ જાય છે.

ટીડીપીનું કહેવુ છે કે, કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જા આપવાને લઈ સહેજપણ ગંભીર નથી. આવી સરકારને અમે સમર્થન આપી શકીએ નહીં. લોકસભાની ૩ બેઠકોની પેટાચુંટણીમાં હાર બાદ ભાજપ માટે આ બીજા મોટો ઝટકો છે.

ટીડીપીએ એનડીએ છોડ્યા બાદ અને પેટાચુંટણીમાં ભાજપને મળેલ હાર બાદ હવે શિવસેના, અકાળી દળ જેવા મહત્વના પક્ષો ભાજપનુ નાક દબાવી શકે છે.

નાણાં મંત્રી અરુણ જેટલીએ જાહેરાત કરી હતી કે, આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જા આપી શકાય તેમ નથી. કારણકે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જા આપવામાં આવે તો બિહાર, ઝારખંડ, ઓરીસ્સા જેવા રાજ્યો પણ આવી માંગ કરી શકે છે.

જેટલીની આ જાહેરાત બાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેન્દ્ર સરકારમાંથી પોતાના બે મંત્રીઓના રાજીનામા અપાવ્યા હતા. જેના જવાબમાં ભાજપે પણ આંધ્રપ્રદેશ સરકારમાંથી પોતાના બે મંત્રીઓના રાજીનામા અપાવી દીધા હતા.

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે જાડાયેલ શિવસેના અવાર-નવાર ભાજપ પર અહંકારનો શિકાર થયો હોવાના આક્ષેપ કરતુ આવ્યુ છે. એટલુ જ નહીં શિવસેના એવા પણ આક્ષેપ કરે છે કે ભાજપ પોતાના સહયોગી પક્ષને સાથે લઈને ચાલતુ નથી. જેના કારણે લોકસભાની ચુંટણી પહેલા ભાજપની મુશ્કેલી વધી શકે છે. તેલુગુ દેશમ પાર્ટીના 16 સસંદસભ્યો છે,જ્યારે ભાજપના 275 સસંદસભ્યો છે.

હાલ લોકસભાની સ્થિતની વાત કરીએ તો,

ભારતીય જનતા પાર્ટી-272+1( સ્પીકર), કોંગ્રેસ-48

AIADMK-34, તૃણમૂલ કોંગ્રેસ-34

BJD-20, શીવસેના-18

ટીડીપી-16, ટીઆરએસ- 11

સીપીઆઈ(એમ)-9, વાઈએસઆર કોંગ્રેસ-9

સમાજવાદી પાર્ટી-7, અન્ય બીજી પાર્ટીના સાંસદ-58 અને 5 સીટો હજુ પણ ખાલી છે.