Not Set/ કેજરીવાલના ‘ માફીનામા ‘ પછી ભગવંત માને રાજીનામું ધર્યું

નવી દિલ્લી, આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અકાલી નેતા બિક્રમ મજીઠીયાને લેખિતમાં માફી માંગવાના મામલે સમગ્ર પાર્ટીમાં હલચલ  મચી ગઈ છે. ਮੈਂ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਪੰਜਾਬ ਦੀ ਪ੍ਰਧਾਨਗੀ ਦੇ ਅਹੁਦੇ ਤੋਂ ਅਸਤੀਫ਼ਾ ਦੇ ਰਿਹਾ ਹਾਂ ..I m resigning as a president of AAP Punjab …but my fight against drug mafia and […]

Top Stories
PunjabDefamation 1 કેજરીવાલના ' માફીનામા ' પછી ભગવંત માને રાજીનામું ધર્યું

નવી દિલ્લી,

આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અકાલી નેતા બિક્રમ મજીઠીયાને લેખિતમાં માફી માંગવાના મામલે સમગ્ર પાર્ટીમાં હલચલ  મચી ગઈ છે.

આ મામલાને લઈને આપ પાર્ટીના પંજાબના અધ્યક્ષ અને સાંસદ સભ્ય ભગવંત માને પ્રદેશના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભગવંત માનએ કહ્યું કે, પંજાબમાં ડ્રગ ડીલર અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમની લડાઈ એક સામાન્ય વ્યક્તિ તરીકે કાયમ રહેશે.

કેજરીવાલએ જે માફી માંગી છે. તેને લીધે આપ પાર્ટીમાં ઘણા લોકો નાખુશ છે. જેમનો તેમણે પોતાને સામનો કરવો પડ્યો છે. આપ પાર્ટીના બળવાખોર નેતા કુમાર વિશ્વાસે પણ કેજરીવાલ પર કટાક્ષ કર્યું છે. કુમાર વિશ્વાસે કહ્યું કે, આપણે એવા માણસ પર કેમ થૂકવું જોઈએ કે જે જાતે થુકીને ચાંટવામાં નિષ્ણાત છે !

અકાલી નેતાની માફી માગવાને પગલે આપ પાર્ટીનું આખું પંજાબ યુનિટ ખુશ નથી. પંજાબના આપ ના નેતા અને વિપક્ષના નેતા સુખપાલ સિંહ એ પણ ટવીટ કરીને લખ્યું કે કેજરીવાલની માફીને લઈને અમે બધા સ્તબ્ધ થઇ ગયા છીએ. ત્યારબાદ માનનું રાજીનામું પણ પાર્ટી માટે એક મોટા ઝટકા સમાન છે.

તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અકાલી દળના નેતા બિક્રમ મજીઠીયા પર બદનક્ષીનો કેસ કર્યો હતો અને ત્યારબાદ તે બદલ માફી પણ માંગી હતી. પંજાબમાં ચુંટણીના પ્રચાર દરમ્યાન કેજરીવાલએ મજીઠીયાને  ડ્રગ માફિયા કીધું હતું. ત્યારબાદ આ મામલે કેજરીવાલે અદાલતમાં લેખિતમાં માફી માંગી હતી.