દિલ્લીમાં ૧૬ જાન્યુઆરીના રોજ યોજાનારી રાજ્યસભાની ચુંટણી માટે સત્તા પક્ષ આમ આદમી પાર્ટીએ ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી છે. બુધવારે યોજાયેલી પાર્ટીની પોલીટીકલ અફેર્સ કમિટીની બેઠક બાદ ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ રાજ્યસભાના ત્રણ ઉમેદવારો જાહેર કરાયા હતા જેમાં પાર્ટીના પ્રવક્તા સંજય સિંહ, બિઝનેસમેન અને સામાજિક કાર્યકર્તા સુશીલ ગુપ્તા અને ચાર્ટડ એકાઉન્ટર એન ડી ગુપ્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જયારે પાર્ટીના ફાઉન્ડર મેમ્બર કુમાર વિશ્વાસની બાદબાકી કરવામાં આવી છે. જેથી પાર્ટીના આંતરિક કલેહ જોવા મળી રહ્યો છે.