ઉન્નાવ ગેંગરેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટ સોમવારે ચુકાદો આપશે. ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર આ કેસમાં મુખ્ય આરોપી છે. હાલ તે તિહાર જેલમાં બંધ છે. 4 જૂન 2017 ના રોજ, ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ વર્ષે 28 જુલાઇએ, અલ્હાબાદ હાઈકોર્ટમાં જઈ રહેલી પીડિતાનો રાયબરેલીમાં અકસ્માત થયો હતો, જેમાં તેની માસી અને કાકીનું મોત નીપજ્યું હતું. યુવતી અને તેના વકીલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં મુખ્ય આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગર છે. સીબીઆઈ બંને કેસોની તપાસ કરી રહી છે.
ઉન્નાવ બળાત્કાર કેસમાં દિલ્હીની એક કોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. આ કેસ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સાથે સંબંધિત છે. જો આ કેસમાં કુલદીપ સિંહ સેંગર દોષી સાબિત થશે તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે. આ કેસમાં અન્ય આરોપી શશી સિંહ પર આરોપ છે કે તે પીડિતાને ધારાસભ્ય કુલદીપ સેંગર પાસે લઈ ગયો હતો, જ્યાં પીડિતા પર કુલદીપ સેંગરે બળાત્કાર ગુજાર્યો હતો.
આ સમગ્ર મામલામાં 5 એફઆઈઆર નોંધાઈ છે, જેમાં નિર્ણય 16 ડિસેમ્બરે આવી શકે છે. આપને જણાવી દઈએ કે અન્ય 4 કેસોમાં સુનાવણી હજી ચાલી રહી છે. આ કેસમાં બીજી એફઆઈઆર પીડિતાના ગેંગરેપ સંબંધિત નોંધવામાં આવી હતી. જ્યારે ત્રીજી એફઆઈઆર પીડિતાના પિતાને માર મારવામાં અને ત્યારબાદ પોલીસ કસ્ટડીમાં તેની મોત સાથે સંબંધિત છે.
આ સિવાય છેલ્લી એફઆઈઆર પીડિતની કાર અકસ્માતને લગતી છે. આમાં પીડિત પરિવારની મહિલાઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને પીડિતા પણ ખરાબ રીતે ઘાયલ થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
