Not Set/ CAA નાં વિરોધમાં યુપીમાં ઉગ્ર પ્રદર્શન, 6 જિલ્લાઓમાં કલમ 144 લાગુ, CM યોગીએ શાંતિની કરી અપીલ

દિલ્હીનાં જામિયા કેમ્પસમાં હોબાળા પર વિદ્યાર્થીઓની હડતાલ હવે પુરી થઈ ગઈ છે, મોડી રાત્રે 50 વિદ્યાર્થીઓની મુક્તિ બાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે વિરોધ સમાપ્ત થયો છે, જો કે જામિયા કેમ્પસમાં થયેલી હિંસા અંગે ભારે તણાવ છે, દિલ્હીની કાલકાજી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે પોલીસે 35 વિદ્યાર્થીઓને મુક્ત કર્યા હતા, જ્યારે ફ્રેન્ડ્સ કોલોનીમાંથી 15 વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં આવ્યા […]

Top Stories India

દિલ્હીનાં જામિયા કેમ્પસમાં હોબાળા પર વિદ્યાર્થીઓની હડતાલ હવે પુરી થઈ ગઈ છે, મોડી રાત્રે 50 વિદ્યાર્થીઓની મુક્તિ બાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે વિરોધ સમાપ્ત થયો છે, જો કે જામિયા કેમ્પસમાં થયેલી હિંસા અંગે ભારે તણાવ છે, દિલ્હીની કાલકાજી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે પોલીસે 35 વિદ્યાર્થીઓને મુક્ત કર્યા હતા, જ્યારે ફ્રેન્ડ્સ કોલોનીમાંથી 15 વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં આવ્યા છે.

હિંસક પ્રદર્શનોનાં તણખા ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગયા છે. યુપીનાં 6 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ સાથે કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે જ સીએમ યોગી આદિત્યનાથે રાજ્યની જનતાને શાંતિ અને સુમેળ માટે અપીલ કરી છે.

મુખ્યમંત્રીએ શાંતિ અને સુમેળની અપીલ કરી

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસ તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં મુખ્યમંત્રીએ શાંતિ અને સુમેળ માટે અપીલ કરતાં કહ્યું કે નાગરિકતા સુધારો કાયદાનાં સંદર્ભમાં કેટલાક સ્વાર્થી તત્વો દ્વારા ફેલાયેલી કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપશો નહીં. રાજ્ય સરકાર દરેક નાગરિકને સુરક્ષા પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

ઉત્તર પ્રદેશનાં 6 જિલ્લામાં કલમ 144 લાગુ

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં હિંસક પ્રદર્શન બાદ ઉત્તર પ્રદેશનાં 6 જિલ્લા, અલીગઢ, બુલંદશહર, કાસગંજ, મેરઠ, સહારનપુર, બરેલીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. મેરઠ, સહારનપુર, અલીગઢમાં ઇન્ટરનેટ સેવાઓ પર અસ્થાયી ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.