Not Set/ જ્યોતિરાધિત્ય સિંધિયા અને તેમના માતાનો કોરોનાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, હોસ્પિટલમાં કરાયા દાખલ

દેશમાં કોરોના વાયરસનાં સતત કેસ વધી રહ્યા છે ત્યારે આ વાયરસથી હવે રાજકારણી પણ બચી શક્યા નથી. આપને જણાવી દઇએ કે, દિલ્હીનાં CM કેજરીવાલની ગઇ કાલે અચાનક તબિયત બગડી ગઇ હતી, જે બાદ તેઓ પોતે આઇસોલેટ થઇ ગયા છે, ત્યારે હવે ભાજપનાં નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતાની તબિયત બગડી હોવાના સમાચાર સામે આવી રહ્યા […]

India

દેશમાં કોરોના વાયરસનાં સતત કેસ વધી રહ્યા છે ત્યારે આ વાયરસથી હવે રાજકારણી પણ બચી શક્યા નથી. આપને જણાવી દઇએ કે, દિલ્હીનાં CM કેજરીવાલની ગઇ કાલે અચાનક તબિયત બગડી ગઇ હતી, જે બાદ તેઓ પોતે આઇસોલેટ થઇ ગયા છે, ત્યારે હવે ભાજપનાં નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતાની તબિયત બગડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમને દિલ્હીનાં સાકેટમાં મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઇએ કે, ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું સુત્રો દ્વારા સામે આવી રહ્યુ છે. હાલમાં સિંધિયા અને તેમની માતાની તબિયત સામાન્ય હોવાનું સામે આવી રહ્યુ છે. મળતી માહિતી મુજબ, ગળામાં ખીચખીચ અને તાવની ફરિયાદ બાદ જ્યોતિરાદિત્ય અને તેમની માતા માધવી રાજે સિંધિયાને સોમવારે સાકેતનાં મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે બીજા દિવસે તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. જોકે ગઈ કાલે તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, મંગળવારે તેમના ટેસ્ટનો રિપોર્ટ આવ્યો જેમા તેઓ બન્ને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.