Not Set/ IND vs WI/ પહેલી વન ડે માં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 8 વિકેટે હરાવ્યુ, સાબિત કર્યુ પિંક્ચર હજુ બાકી છે

યુવા બેટ્સમેન શિમરોન હેટમાયર (139) ની વન ડેમાં શ્રેષ્ઠ ઇનિંગ્સ અને શાઈ હોપની સદી (અણનમ 102) નાં કારણે વેસ્ટ ઇન્ડીઝે ચેન્નઈમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતને 8 વિકેટથી હરાવી 3 મેચની શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે.ટી 20માં હાર મળ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝનાં કેપ્ટન કેરોન પોલાર્ડે કહ્યુ હતુ કે, હજુ અમે બધુ જ હારી નથી […]

Top Stories Sports

યુવા બેટ્સમેન શિમરોન હેટમાયર (139) ની વન ડેમાં શ્રેષ્ઠ ઇનિંગ્સ અને શાઈ હોપની સદી (અણનમ 102) નાં કારણે વેસ્ટ ઇન્ડીઝે ચેન્નઈમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતને 8 વિકેટથી હરાવી 3 મેચની શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે.ટી 20માં હાર મળ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝનાં કેપ્ટન કેરોન પોલાર્ડે કહ્યુ હતુ કે, હજુ અમે બધુ જ હારી નથી ગયા,, હજુ પણ અમારી પાસે વન ડે માં પાછા ફરવાની તક છે, જે કહ્યુ તે મુજબ પોલાર્ડની ટીમે કરી બતાવ્યુ અને ટીમ ઈન્ડિયાને પહેલી વન ડે મેચમાં 8 વિકેટે માત આપી.

ચેન્નઈનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રવિવારે ભારત દ્વારા આપવામાં આવેલા 288 રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મહેમાન ટીમે 47.5 ઓવરમાં જ 2 વિકેટે 291 રન બનાવ્યા હતા. હેટમાયરે તેની સદી દરમિયાન 106 બોલમાં 11 ચોક્કા અને 7 છક્કા ફટકાર્યા હતા, જ્યારે હોપે 151 બોલમાં 7 ચોક્કા અને 1 છક્કો ફટકાર્યો હતો. નિકોલસ પૂરણ 23 બોલમાં 29 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

હેટમાયરે હોપ સાથે મળીને બીજી વિકેટ પર 218 રનની ભાગીદારી નોંધાવી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ઓપનર સુનીલ અંબ્રીશે 9 રનની ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને દિપક ચહરે 1-1 વિકેટ લીધી હતી.

પંત અને ય્યરે રમી શાનદાર ઇનિંગ્સ

આ મેચમાં રિષભ પંતે તેની વનડે કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી હતી અને તેના ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગમાં આમંત્રણ મળ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે ટોચનો ક્રમ પછાડાયો હોવા છતાં 8 વિકેટે 287 રન બનાવ્યા હતા.

પોતાને ચોથા નંબર પર સ્થાપિત કરવા માગતા શ્રેયસ અય્યર (88 બોલમાં 70) અને પંત (69 બોલમાં 71), એ ચોથી વિકેટ માટે 114 રનની ભાગીદારી કરી ભારતને શરૂઆતી જાટકામાંથી બહાર કાઠ્યો હતો.

કોહલી અને રાહુલ સાતમી ઓવરમાં પેવેલિયન પરત ફર્યા હતા.

7 મી ઓવરમાં ભારતે ઓપનર કેએલ રાહુલ (6) અને કેપ્ટન વિરાટ કોહલી (4) ની વિકેટ ગુમાવી દીધી હતી. શેલ્ડન કોટ્રેલે બંનેને પેવેલિયન મોકલ્યા હતા. રોહિત શર્મા ( 56 બોલમાં 36) ને પણ ધીમી પીચ પર સંઘર્ષ કરવો પડ્યો હતો, ત્યારબાદ ઐયર અને પંતે ઇનિંગ્સ સંભાળી હતી. આ અય્યરની સતત ત્રીજી અડધી સદી છે.

વેસ્ટ બોલિંગ એટેક

અંતિમ ઓવરોમાં, કેદાર જાધવ (35 બોલમાં 40) અને રવિન્દ્ર જાડેજા (21 બોલ 21) એ પણ અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. વેસ્ટ ઇન્ડીઝ તરફથી ફાસ્ટ બોલર કોટ્રેલ, કીમો પોલ અને અલ્ઝારી જોસેફે બે-બે વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમે ધીમી પીચ પર 19 મી ઓવરમાં ત્રણ વિકેટે 80 રન બનાવ્યા હતા. આ પછી, પંત અને ઐયરે સ્થિતિને સંભાળી હતી. તેમણે શરૂઆતમાં સંભળાવીને રમી બાદમાં હવામાં શોટ ફાસ્ટ રમવાનુ શરૂ કર્યુ હતુ.

ઇનિંગ્સની પ્રથમ સિક્સ 28 મી ઓવરમાં આવી હતી જ્યારે પંતે રોસ્ટન ચેઝનાં બોલમાં મિડવીકેટ પર છ રન માટે મોકલી. બીજી તરફ, ઐયરે સ્પિનરો ચેઝ અને હેડન વોલ્શ સામે કેટલીક સુંદર કટ લગાવી હતી. બંને બેટ્સમેનોએ સ્પિનરોને સારીરીતે રમ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.