આમઆદમી પાર્ટીમાં રાજ્યસભા માટે કુમાર વિશ્વાસની દાવેદારીને લઈને ઘમાસાણ જોવા મળી રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર એક વીડિયો રીટ્વિટ કર્યો છે. જેમાં તેઓ કહે છે કે, “જેને દેશ માટે કામ કરવાનું છે, તેઓ પાર્ટીમાં આવો. જેને પદ અને ટિકિટની લાલચ છે તેઓ પાર્ટી છોડીને ચાલ્યાં જાય.”
જો કે, આ વીડિયો ઘણાં સમય પહેલાંનો છે. પરંતુ શુક્રવારે તે ફરી રી-ટ્વિટ કરવું તેને કુમાર વિશ્વાસને જવાબ માનાવામાં આવે છે. ગુરૂવારે કુમાર વિશ્વાસના સમર્થકોએ આપની ઓફિસની બહાર તેમને રાજ્યસભા કેન્ડિડેટ બનાવવાની માગ સાથે સૂત્રોચ્ચારો કર્યા હતા.
દિલ્હીની 3 રાજ્યસભા સીટ માટે 16 જાન્યુઆરીએ ચૂંટણી છે. વર્ષ 2018ના જાન્યુઆરીમાં દિલ્હીની 3 રાજ્યસભા બેઠક માટે મતદાન થશે. કર્ણ સિંહ, જર્નાદન દ્વિવેદી, પરવેઝ હાશમીનો કાર્યકાળ 27 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે.શનિવારથી રાજ્યસભા માટે નોમિનેશન ભરાવવાના શરૂ થયાં છે. જેના માટે અંતિમ તારીખ 5 જાન્યુઆરી છે.