રામ મંદિર પર ચાલી રહેલા વિવાદની વચ્ચે કેન્દ્રિય શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ સૈયદ વસીમ રિઝવીનો એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વિભિન્ન પાર્ટીઓની સાથે ચર્ચા બાદ અમે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને મસ્જિદનું નિર્માણ લખનઉમાં કરવાની વાત કહેવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ એક એવું સમાધાન છે જે દેશમાં શાંતિ અને ભાઈચારાને સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત લખનઉના હુસૈનાબાદમાં મસ્જિદનું નિર્માણ કરાવાનો પ્રસ્તાવ છે. મસ્જિદને બાબર અને મીરના નામથી બનાવવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે મસ્જિદનું નામ મસ્જિદે અમન રાખવામાં આવ્યું છે.
