ઈસ્લામાબાદ: ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ મામલામાં પાકિસ્તાન ૧૭ જુલાઈએ આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (આઈસીજે)માં પોતાનો બીજુ નિવેદન નોંધાવશે. કથિત જાસુસીના કેસમાં જાધવ હાલ પાકિસ્તાનની જેલમાં કેદ છે. પાકિસ્તાનની સૈન્ય કોર્ટે જાધવને આતંકવાદનો દોષિત ઠેરવતા તેને ફાંસીની સજા ફટકારી હતી.
આઈસીજેએ ગત ૨૩ જાન્યુઆરીના ભારત અને પાકિસ્તાનને આ મુદ્દે બીજી વખત નિવેદન નોંધાવવા આદેશ કર્યો હતો. ભારતે પોતાના પ્રથમ નિવેદનમાં જાધવને નિર્દોષ ગણાવતા ન્યાય અપાવવા માંગ કરી હતી. પાકિસ્તાન આ કેસમાં બીજી વખત નિવેદન નોંધાવવાની તૈયારી કરી રહ્યુ છે.
પાકિસ્તાની સમાચાર પત્રના જણાવ્યા મુજબ, ગત સપ્તાહે એટોર્ની ખ્વાર કુરૈશીએ કુલભૂષણ જાધવ કેસની વિસ્તૃત માહિતી વડાપ્રધાન નસીરુલ મુલ્કને આપી હતી. આઈસીજેમાં કુરેશી જ આ કેસમાં પક્ષ રજુ કરી રહ્યા છે. કુરેશી ઉપરાંત આ બેઠકમાં પાકિસ્તાનના એટર્ન જનરલ ખાલિદ જાવેદ ખાન અને અન્ય વરીષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
આઈસીજેમાં રજુ કરવાના બીજા નિવેદનનો મુસદ્દો ખ્વાર કુરેશી જ તૈયાર કર્યો હોવાનુ પાક સમાચારપત્રે ટાંક્યુ હતું. બીજુ નિવેદન નોંધાવ્યા બાદ આઈસીજે સુનાવણીની તારીખ જાહેર કરશે. જાકે આ કેસમાં હવે ૨૦૧૯માં જ સુનાવણી થવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય કેસની જાણકારી રાખતા વરીષ્ઠ વકિલે જણાવ્યુ કે આ વર્ષે જાધવ મામલે સુનાવણી થવી મુશ્કેલ છે.