Not Set/ કોરોનાનાં વધતા કેસ વચ્ચે PM મોદી આ 10 રાજ્યોનાં CM સાથે કરશે ઓનલાઇન મુલાકાત

દેશમાં કોરોનાનાં કહેરને જોઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 રાજ્યોની ઓનલાઇન મુલાકાત કરશે. આ અગાઉ પીએમ મોદી 6 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી ચૂક્યા છે. કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે લોકડાઉન-3 દૂર કર્યા બાદ પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે આ અંગે ચર્ચા કરવા જઇ રહ્યા છે. આ બેઠક 11 વાગ્યે શરૂ થવાની છે. પીએમ મોદી […]

India
1ec4d834c5117e71e2a98843a44da4e2 1 કોરોનાનાં વધતા કેસ વચ્ચે PM મોદી આ 10 રાજ્યોનાં CM સાથે કરશે ઓનલાઇન મુલાકાત

દેશમાં કોરોનાનાં કહેરને જોઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 રાજ્યોની ઓનલાઇન મુલાકાત કરશે. આ અગાઉ પીએમ મોદી 6 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી ચૂક્યા છે. કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે લોકડાઉન-3 દૂર કર્યા બાદ પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે આ અંગે ચર્ચા કરવા જઇ રહ્યા છે. આ બેઠક 11 વાગ્યે શરૂ થવાની છે.

પીએમ મોદી જેની સાથે વાત કરશે તેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પંજાબ, તામિલનાડુ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રીઓ સામેલ થવાની ધારણા છે. સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ, બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે પૂરની પરિસ્થિતિ અંગે વાતચીત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. રોજ દેશમાં 60 હજારથી વદુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે, જ્યારે આજે 53 હજારથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં આજે પણ મહારાષ્ટ્ર કોરોનાનાં કેસની સંખ્યામાં નંબર વન પર છે. સ્થિતિ વધુ ખરાબ બની રહી છે, જેને ધ્યાને લેતા વડા પ્રધાન મોદી આજે 10 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે ઓનલાઇન મુલાકાત કરી આ વિષય પર ચર્ચા કરવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.