દેશમાં લોકસભા ચુંટણી સમય પહેલા થવાની અટકળો વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા વીરપ્પા મોઈલીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. મોઈલીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પોતાની મનમાની મુજબ સંવેધાનિક મુદ્દાઓ પર ફેસલો ના કરી શકે.
મોઈલીએ કહ્યું કે લોકસભા ચુંટણી કરાવવા માટે બધા રાજનીતિક દળોએ મળીને ફેસલો કરવો પડશે. એમણે કહ્યું કે આ એક મહત્વપૂર્ણ સંવૈધાનિક મુદ્દો છે, જેને લઈને કોઈ એક દળ મનમાનીપૂર્ણ ફેસલો ના લઇ શકે.
આ સાથે જ મોઈલીએ આગલી ચુંટણીમાં બધા વિપક્ષી દળોને ભાજપ વિરુદ્ધ એક થવાની અપીલ કરી છે. એમણે કહ્યું કે આ ફેસલો નિષ્પક્ષ અને પારદર્શી રીતે લેવો જોઈએ, ફક્ત પીએમના નામ પર નહિ.
મોઈલીએ દાવો કર્યો કે ભાજપ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ અને મિઝોરમમાં થનારી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને લોકસભા ચુંટણી પર ફેસલો લઇ શકે છે. એમણે કહ્યું કે પીએમ મોદીને એ વાતનો ડર છે કે ભાજપ ચારે અથવા ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં ચુંટણી હારશે. વિપક્ષી પાર્ટીઓએ એકસાથે ચુંટણી લડવી પડશે. જો આવું થયું તો લોકસભા ચુંટણીમાં ભાજપ માટે જગ્યા નહિ બચે.