Sidhpur/ બ્રાહ્મણ યુવાનનું ભેદી સંજોગોમાં રહસ્યમય મોતથી ચકચાર મચી

આ અંગે સિદ્ધપુર પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિદ્ધપુર શહેરના ખીલતાર વાડા વિસ્તારમાં રહેતા શિવમ કુમાર કશ્યપભાઈ ઠાકર જેઓ ગત રાત્રે આશરે સાડા નવ ના સુમારે પોતાના ઘરેથી નીકળી અને પોતાના ખેતરે જવા નીકળ્યા હતા

Gujarat Others
a 73 બ્રાહ્મણ યુવાનનું ભેદી સંજોગોમાં રહસ્યમય મોતથી ચકચાર મચી

@પ્રવિણ દરજી, મંતવ્ય ન્યૂઝ – પાટણ 

સિદ્ધપુરના ખીલાતર વાડા વિસ્તારમાં રહેતા એક 18 વર્ષીય યુવાનનું ભેદી રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા સિદ્ધપુર બ્રહ્મ સમાજમાં ઘેરા શોકનું વાતાવરણ છવાઈ જવા પામ્યું છે. આ ઘટનાને લઇને સિદ્ધપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સિદ્ધપુર સિવિલમાં ડોક્ટરોની પેનલ ટીમ દ્વારા પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે સિદ્ધપુર પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિદ્ધપુર શહેરના ખીલતાર વાડા વિસ્તારમાં રહેતા શિવમ કુમાર કશ્યપભાઈ ઠાકર જેઓ ગત રાત્રે આશરે સાડા નવ ના સુમારે પોતાના ઘરેથી નીકળી અને પોતાના ખેતરે જવા નીકળ્યા હતા. જો કે, તેમના પરિવારને કોઈ જાણ નહોતી જ્યારે રાત્રે ઘરે ન આવતાં પરિવારજનો દ્વારા તેની શોધખોળ આદરવામાં આવી હતી અને વહેલી સવારે તેઓએ વાવેતર માટે રાખેલ ખેતરમાં આવેલ ઓરડીના પતરા પાસે લોખંડની એંગલ પર પેન્ટ અને અને સાલ વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

જોકે પ્રાથમિક તપાસ બાદ પોલીસને પણ આ મોત શંકાસ્પદ જણાઈ આવ્યું હતું જેને લઇને પોલીસ દ્વારા પણ મોતનું રહસ્ય અકબંધ હોય તેવું જણાવ્યું હતું મૃતક યુવાનના ગળા પર ફાસા ના જે એક નિશાન ને બદલે ચાર નિશાન મળી આવ્યા તેના પર પણ પોલીસને શંકા જણાઈ હતી. તો બીજી તરફ મૃતક યુવાનના પરિવાર જનો પણ એવો દાવો છે કે અમારા પુત્ર આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરાઈ હોય એવું જણાઈ રહી છે જેથી પોલીસ દ્વારા સચોટ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.

આ અંગે સિદ્ધપુર પોલીસે હાલમાં તો એડી નો ગુનો નોંધી સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં મૃતકનું યુવાનનું ડોક્ટરની પેનલ ટિમ દ્વારા પીએમ કરાવી તેમજ યુવકના મોબાઈલ ના કોલડેટા અને એફએસએલના મદદ લઇ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો