Covid-19/ કોરોના ટેસ્ટના વીઝીટીંગ ચાર્જને લઇ સરકારે કહ્યું, હવે જેટલા સેમ્પલ…

હવેથી કોરોના વાઇરસનાટેસ્ટીંગ માટે ડોક્ટર એક વખત વિઝીટ કરશે તો એક જ વખત ચાર્જ વસુલશે. 

Top Stories Gujarat
ss1 4 કોરોના ટેસ્ટના વીઝીટીંગ ચાર્જને લઇ સરકારે કહ્યું, હવે જેટલા સેમ્પલ...

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત ઘટી રહ્યો છે. છતાય કોરોના ટેસ્ટીંગ અને તેને લગતી ફી અંગે હજુ પણ વિવાદ ચાલુ છે. જે અંગે સરકારે આજે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હવેથી કોરોના વાઇરસનાટેસ્ટીંગ માટે ડોક્ટર એક વખત વિઝીટ કરશે તો એક જ વખત ચાર્જ વસુલશે.  એક ઘરમાંથી જેટલા સેમ્પલ લેવાય એટલો વિઝીટ ચાર્જ વસુલી શકશે નહિ.

વધુમાં જણાવ્યું હતું કે, ઘરે આવીને સેમ્પલ લઇ જવાનો ચાર્જ ૩૦૦ રૂપિયા થી વધુ વસુલી શકાશે નહી. ઘરની એક વિઝીટનો માત્ર ચાર્જ લેવાનો થશે સેમ્પલ પ્રમાણે વીઝીટીંગ ચાર્જ થોપી શકાશે નહિ.

Gandhinagar / શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત, આ તારીખથી…

Disa: માનવ ભ્રુણ મળી આવતા તરછોડનાર સામે લોકોમાં ફિટકારની લાગણી…

Gandhinagar / ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સી.આર.પાટીલની અધ્ય

નોધનીય છે કે, ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગતરોજ રાજ્યમાં નવા કેસની સંખ્યા 655 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 04 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  868 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 235426 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 8830 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 8830 એકટિવ  કેસમાંથી 59 વેન્ટીલેટર પર છે, જ્યારે 8771  દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…