Cough Syrup Death Row/ કેન્દ્રએ મેરિયન બાયોટેકનું ઉત્પાદન લાઇસન્સ રદ કરવાની કરી ભલામણ,ઉઝબેકિસ્તાનમાં કફ સિરપથી બાળકોના થયા હતા મોત

ઉઝબેકિસ્તાનમાં ભારતીય બનાવટની કફ સિરપ પીવાથી 18 બાળકોના કથિત મૃત્યુના સંદર્ભમાં મેરિયન બાયોટેકનું ઉત્પાદન લાઇસન્સ રદ કરવાની ભલામણ કરવામાં આવી છે.

Top Stories India
6 2 કેન્દ્રએ મેરિયન બાયોટેકનું ઉત્પાદન લાઇસન્સ રદ કરવાની કરી ભલામણ,ઉઝબેકિસ્તાનમાં કફ સિરપથી બાળકોના થયા હતા મોત

 Marion Biotech:ઉઝબેકિસ્તાનમાં ભારતીય બનાવટની કફ સિરપ પીવાથી 18 બાળકોના કથિત મૃત્યુના સંદર્ભમાં મેરિયન બાયોટેકનું ઉત્પાદન લાઇસન્સ રદ કરવાની ભલામણ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરના ડ્રગ ઇન્સ્પેક્ટરે શનિવારે (4 માર્ચ) ના રોજ જણાવ્યું હતું કે, પરીક્ષણ કરાયેલા 36 નમૂનાઓમાંથી 22 નમૂનામાં ઇથિલિન ગ્લાયકોલ સાથે ભેળસેળ હોવાનું જણાયા પછી કેન્દ્રએ રાજ્ય ડ્રગ કંટ્રોલર ઓથોરિટીને મેરિયન બાયોટેકનું ઉત્પાદન લાઇસન્સ રદ કરવાની ભલામણ કરી છે. 

આ મામલામાં, દવાના સેમ્પલ ધોરણોને ( Marion Biotech) અનુરૂપ ન હોવાનું જાણવા મળતાં ગાઝિયાબાદના ડ્રગ ઇન્સ્પેક્ટરની ફરિયાદ પર ગુરુવારે રાત્રે ફેઝ-3 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં ઓપરેશન હેડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી જ્યારે કંપનીનો માલિક ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે. ગાઝિયાબાદના ડ્રગ ઇન્સ્પેક્ટરે ફરિયાદ આપી હતી પોલીસ કમિશનરની ઓફિસે જણાવ્યું હતું કે ગાઝિયાબાદના ડ્રગ ઈન્સ્પેક્ટર આશિષે પોલીસ સ્ટેશન ફેઝ-3માં રિપોર્ટ દાખલ કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે સેક્ટર 67માં આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીમાં બનાવવામાં આવતી કફ સિરપ માપદંડોને પૂર્ણ કરતી નથી.

મેરિયન બાયોટેક ગયા વર્ષે ડિસેમ્બરમાં( Marion Biotech) તેના કફ સિરપ ડોક-1 માટે તપાસ હેઠળ આવી હતી. જેના વિશે શંકા છે કે તેનું સેવન કરનારા 18 બાળકો ઉઝબેકિસ્તાનમાં મૃત્યુ પામ્યા હતા. ઉત્તર પ્રદેશના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FSDA) વિભાગે મેરિયન બાયોટેક પ્રાઈવેટ લિમિટેડનું ડ્રગ મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું.

દવાના રેકોર્ડની જાળવણી ઉપરાંત કાચા માલની ખરીદી( Marion Biotech) અંગે સમયસર માહિતી ન આપવા બદલ કંપનીનું દવા ઉત્પાદન લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય એજન્સીઓ અને ઉત્તર પ્રદેશના ફાર્માસ્યુટિકલ્સ વિભાગની એક ટીમે ગયા વર્ષે 29 ડિસેમ્બરે કંપનીની ઓફિસનું નિરીક્ષણ કર્યું હતું અને પરીક્ષણ માટે નમૂના લીધા હતા.

Relations/UAE અને સાઉદી અરેબિયામાં વધી રહ્યો છે તણાવ , બંને દેશો કેમ કરી રહ્યા છે એકબીજાની અવગણના, જાણો

Adani/હિંડનબર્ગ રિપોર્ટ પર અદાણીને મળ્યો ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ PMનો સાથ