Not Set/ જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ લોકોનું ધ્યાન ભટકાવવા કરાઇ પી ચિદમ્બરમની ધરપકડ

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની સીબીઆઈએ હાઇ-વોલ્ટેજ ડ્રામા બાદ બુધવારે મોડી રાત્રે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ 27 કલાક તેમની શોધ કરી રહી હતી. દરમિયાન, બધાને આશ્ચર્યચકિત કરી ચિદમ્બરમ મોડી સાંજે કોંગ્રેસનાં મુખ્ય મથક પહોંચ્યા હતા. જ્યા તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમની ઉપરનાં તમામ […]

India
karti chidmbaram જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ લોકોનું ધ્યાન ભટકાવવા કરાઇ પી ચિદમ્બરમની ધરપકડ

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની સીબીઆઈએ હાઇ-વોલ્ટેજ ડ્રામા બાદ બુધવારે મોડી રાત્રે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ 27 કલાક તેમની શોધ કરી રહી હતી. દરમિયાન, બધાને આશ્ચર્યચકિત કરી ચિદમ્બરમ મોડી સાંજે કોંગ્રેસનાં મુખ્ય મથક પહોંચ્યા હતા. જ્યા તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમની ઉપરનાં તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

ચિદમ્બરમે આ દરમિયાન કહ્યું કે, આઈએનએક્સ મીડિયા કેસમાં મારી વિરુદ્ધ કોઈ આરોપ નથી. મારા પરિવાર સામે પણ કોઈ ચાર્જશીટ નથી. છેલ્લા 24 કલાકમાં મારા અને મારા પરિવાર વિશે ઘણી મૂંઝવણ ફેલાવવામાં આવી રહી છે. મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, લોકશાહીનો પાયો આઝાદી છે. જો તેમને જીવન અને સ્વતંત્રતા વચ્ચે પસંદગી કરવાનું કહેવામાં આવે, તો તેઓ સ્વતંત્રતા પસંદ કરશે.

જણાવી દઈએ કે, સીબીઆઈએ પી ચિદમ્બરમને તેમના જોરબાગ સ્થિત નિવાસસ્થાનથી ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમને આજે સીબીઆઈ કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ દરમિયાન કાર્તિ ચિદમ્બરમ પણ ચેન્નઈથી દિલ્હી જવા રવાના થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.