Loksabha Electiion 2024/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેલંગાણામાં ભાજપા ઉમેદવારોના સમર્થનમાં કરશે ચૂંટણી પ્રચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેલંગણામાં ભાજપા ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. તેલંગાણાની મુલાકાત દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે તથા જનસભા સંબોધશે.

Top Stories Gujarat
Beginners guide to 2024 04 24T150906.856 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેલંગાણામાં ભાજપા ઉમેદવારોના સમર્થનમાં કરશે ચૂંટણી પ્રચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેલંગણામાં ભાજપા ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. તેલંગાણાની મુલાકાત દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે તથા જનસભા સંબોધશે. CM ભૂપેન્દ્ર પટેલ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુરૂવાર તા. ૨૫મી એપ્રિલે તેલંગણા રાજ્યના પ્રવાસે જશે. તેલંગાણામાં કરીમનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી સંજયકુમાર બંદીના નામાંકન પત્ર ભરવાના સવારે ૧૦:૦૦ વાગ્યેના સમયે ઉપસ્થિત રહેશે. ત્યારપછી ગુરૂવારે બપોર બાદ પોણા ત્રણ કલાકે કુરનુલ લોકસભા મતક્ષેત્રના ભાજપા ઉમેદવાર ભરત પ્રસાદજીના સમર્થનમાં ચૂંટણી પ્રચાર સભાને સંબોધન કરશે.

CM ભૂપેન્દ્ર પટેલ તેલંગણા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નમપલ્લીમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે સાંજે ૬:૦૦ કલાકે હૈદરાબાદ અને સિકંદરાબાદ લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ સાથે સંયુક્ત બેઠક યોજ્યા બાદ રાત્રે ગાંધીનગર પરત આવશે.

લોકસભા ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. હવે 26 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન થશે. સાત તબક્કામાં યોજાઈ રહેલા ચૂંટણીમાં 10 લાખથી વધુ મતદાન મથકો પર મતપત્રો નાખવામાં આવશે. દરેક તબક્કો એક જ દિવસ ચાલશે અને તે દિવસે બહુવિધ રાજ્યોમાં અનેક મતવિસ્તારોમાં મતદાન થશે. અચંબિત મતદાન સરકારને હિંસા અટકાવવા અને ચૂંટણી અધિકારીઓ અને મતદાન મશીનોના પરિવહન માટે હજારો સૈનિકો તૈનાત કરવાની મંજૂરી આપે છે. ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા તબક્કામાં અને તેલંગાણામાં 13મેના રોજ મતદાન થશે. તમામ તબક્કાના પરિણામો 4 જૂનના રોજ જાહેર કરાશે. દેશ માટે આ તારિખ વધુ મહત્વની બની રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ