વિજ્ય/ છેલ્લી વન ડેમાં શ્રીલંકાએ 3 વિકેટથી ભારતને હરાવ્યું, 2-1થી શ્રેણી ભારતે જીતી

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 226 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે શ્રીલંકાએ અંતે 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો

Top Stories
win mach shrilanka છેલ્લી વન ડેમાં શ્રીલંકાએ 3 વિકેટથી ભારતને હરાવ્યું, 2-1થી શ્રેણી ભારતે જીતી

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની ત્રીજી મેચ આજે કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકાએ આ મેચ ત્રણ વિકેટથી જીતી લીધી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 226 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે શ્રીલંકાએ અંતે 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો

ભારતના 226 રનનો પીછો કરતા શ્રીલંકાએ 7 વિકેટના નુકસાન પર લક્ષ્યને  પાર કરીને મેચ જીતી હતી. શ્રીલંકા તરફથી તેના ઓપનર અવિશ્કા ફર્નાન્ડોએ સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. આ સિવાય ભાનુકા રાજપક્ષે 65 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી રાહુલ ચહર અને ચેતન સાકરીયાએ 2 વિકેટ ઝડપી હતી. જોકે ભારતે આ સિરીઝ પહેલા જ પોતાના નામે કરી લીધી હતી.

મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ 43 ઓવરમાં 225 રનમાં સમેટાઈ ગઈ છે. ભારત તરફથી પૃથ્વીએ 49 રન બનાવ્યા. આ સિવાય સંજુ સેમસન 46 અને સૂર્યકુમાર યાદવે 40 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી અકિલા ધનંજય અને પ્રવીણ જયવિક્રમે 3 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે પ્રથમ અને બીજી વનડે મેચ જીતી છે અને ત્રણ મેચની વનડે સિરીઝ કબજે કરીને 2-0થી  લીડ મેળવી લીધી છે.શ્રીલંકાએ અંતિમ મેચ જીતીને વ્હાઇટવોશ થતાં બચી ગઇ હતી છેલ્લી મેચમાં શ્રીલંકાએ જીત મેળવી હતી.