IPL/ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ T-20 ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા

જોકે, રોહિત શર્મા 17 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 28 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ તે પહેલા તેણે એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો

Top Stories Sports
15 8 મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ T-20 ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. IPL 2022 ની 23મી લીગ મેચમાં પંજાબ કિંગ્સ સામે રોહિત શર્માએ તેનો 25મો રન બનાવ્યો કે તરત જ તે T20 ક્રિકેટમાં 10,000 રન બનાવનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો. રોહિત શર્મા પહેલા વિરાટ કોહલીએ ભારત માટે આ સિદ્ધિ મેળવી હતી. આ રીતે રોહિત શર્મા ટી20 ફોર્મેટમાં 10,000 રન પુરા કરનાર બેટ્સમેનોની ક્લબમાં સામેલ થઈ ગયો છે. તેમાં આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના રન પણ સામેલ છે.

આ મેચ પહેલા રોહિત શર્માએ T20 ફોર્મેટ માં 9975 રન બનાવ્યા હતા. હિટમેન રોહિતે પંજાબ સામે ચોથી ઓવરમાં કાગીસો રબાડાના ત્રીજા બોલ પર સિક્સર ફટકારી અને આ સાથે હિટમેને  T20 ક્રિકેટમાં 10,000 કે તેથી વધુ રન બનાવનાર સાતમો બેટ્સમેન બન્યો છે. ભારત માટે માત્ર વિરાટ કોહલીએ જ તેના કરતા વધુ ટી20 રન બનાવ્યા છે. વિરાટે 10379 રન બનાવ્યા છે.

જોકે, રોહિત શર્મા 17 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 28 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ તે પહેલા તેણે એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. હવે જોવાનું એ રહે છે કે આઈપીએલ 2022માં પોતાની પ્રથમ જીત તરફ જોઈ રહેલી મુંબઈ ઈન્ડિયન્સ 199ના સ્કોરનો પીછો કરવામાં સફળ રહેશે કે કેમ. પંજાબ કિંગ્સ સામે ટીમે સારી શરૂઆત કરી હતી, પરંતુ ટીમને પહેલા કેપ્ટન રોહિત શર્માના રૂપમાં અને પછી ઈશાન કિશનના રૂપમાં બે મોટા ઝટકા લાગ્યા હતા.