Not Set/ મહારાણી એલિઝાબેથ દ્વિતીયે હોસ્પિટલમાં વિતાવી રાત, બકિંગહામ પેલેસે આપી માહિતી

એવું લાગ્યું કે રાણીને ભૂતપૂર્વ વડા પ્રધાન જોન મેજર, અભિનેતા ઓલિવિયા ડી હેવિલેન્ડ અને કલાકાર ડેવિડ હોકનીની જેમ સન્માન મળવું જોઈએ.

Top Stories World
a 360 મહારાણી એલિઝાબેથ દ્વિતીયે હોસ્પિટલમાં વિતાવી રાત, બકિંગહામ પેલેસે આપી માહિતી

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્રિતીયએ  હોસ્પિટલમાં એક રાત વિતાવી હતી. આની માહિતી આપતા વ બકિંગહામ પેલેસે ગુરુવારે જણાવ્યું હતું કે થોડા દિવસના આરામ માટે તબીબી સલાહને પગલે, રાણીને બુધવારે બપોરે કેટલાક પ્રાથમિક પરીક્ષણો માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં એક રાત વિતાવ્યા બાદ, તે ગુરુવારે બપોરે વિન્ડસર કેસલ પરત આવી.

આ પણ વાંચો :સંયુક્ત રાષ્ટ્રમાં બાંગ્લાદેશે હિન્દુઓ પર થયેલા હુમલાની નિંદા કરી,દરેક પીડિતને ન્યાય મળશે

બ્રિટનની હાઉસહોલ્ડ પ્રેસ એસોસિયેશન ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે મહારાણીની હોસ્પિટલની મુલાકાત અગાઉથી ગોઠવવામાં આવી ન હતી કારણ કે તેણીને ત્યાં ટૂંકા સમય માટે રહેવાની અપેક્ષા હતી પરંતુ રાતોરાત રોકાણ વ્યવહારુ કારણોસર હતું. આપણે જણાવી દઈએ કે રાણી એલિઝાબેથ દ્રિતીય સૌથી લાંબી સેવા આપનાર રાણી છે, તે 1952 થી સિંહાસન પર બેઠી છે.

બુધવારે મહારાણી ઉત્તરી આયર્લેન્ડની મુલાકાત રદ કરી હતી. બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, અનિચ્છાએ થોડા દિવસો માટે આરામ કરવાની ડોકટરોની સલાહ સ્વીકારી છે. સશસ્ત્ર દળોની દાનત રોયલ બ્રિટિશ લીજનની શતાબ્દી નિમિત્તે રાણી એલિઝાબેથ એક સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :શાળા, કોલેજોથી લઈને અનેક ફલાઈટો બંધ કરાઈ

95 વર્ષીય રાણી એલિઝાબેથ દ્વિતીય જે બ્રિટનની સૌથી લાંબી સેવા આપનાર રાણી છે. તેને વૃદ્ધ કહેવું ગમતું નથી. આ કારણે તેણે બ્રિટિશ મેગેઝીન ઓલ્ડી દ્વારા આપવામાં આવેલ ‘ઓલ્ડી ઓફ ધ યર’ એવોર્ડ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. રાણી એલિઝાબેથ કહે છે કે તેણી પાસે એવોર્ડ માટે જરૂરી લાયકાત નથી.

મેગેઝિન અનુસાર, એવું લાગ્યું કે રાણીને ભૂતપૂર્વ વડા પ્રધાન જોન મેજર, અભિનેતા ઓલિવિયા ડી હેવિલેન્ડ અને કલાકાર ડેવિડ હોકનીની જેમ સન્માન મળવું જોઈએ.

આ પણ વાંચો :ડોનાલ્ડ ટ્રમ્પ ‘TRUTH SOCIAL’ નામનું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરશે

આ પણ વાંચો :બાંગ્લાદેશમાં સત્તા પાર્ટી અવામી લીગે કહ્યું હિન્દુઓનો ડર દૂર કરવો પડશે,હિન્દુઓના સમર્થનમાં રેલી કાઢ