ચોરીની ઘટના/ ચોટીલામાં બે દિવસમાં બે મોબાઇલની દુકાનો તૂટી, કડક રાત્રી પેટ્રોલિંગની માંગ

ચોટીલા શહેરમાં બે જુદા જુદા વિસ્તારોમાં બે મોબાઇલની દુકાનના તાળા તોડી ચોરી થતા મોબાઇલના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે

Gujarat
8 19 ચોટીલામાં બે દિવસમાં બે મોબાઇલની દુકાનો તૂટી, કડક રાત્રી પેટ્રોલિંગની માંગ

ચોટીલા શહેરમાં બે જુદા જુદા વિસ્તારોમાં બે મોબાઇલની દુકાનના તાળા તોડી ચોરી થતા મોબાઇલના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ ચોરીની ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલામાં રાત્રીના અંધારામાં દરમ્યાન આણંદપુર રોડના સાહિલ મોબાઈલની દુકાનના શટરના કટરથી તાળા તોડી તસ્કરોએ મોબાઇલની અલગ અલગ એસેસરીઝ આશરે રૂ. 15થી 20 હજારના ચીજવસ્તુની ચોરી કરી છે.

ચોટીલામાં બીજા દિવસે રાત્રીના અંધારામાં ખાંડી પ્લોટમા આવેલી રાજાવીર મોબાઇલ વાળાની દુકાનનું શટર તોડી ટેબ્લેટ, મોબાઇલ, સ્માર્ટ વોચ અને એસેસરીઝ મળી રૂ. 50 હજાર આસપાસના માલ સામાનની ચોરી કરી છે.

આ ચોરીની ઘટનાઓ અંગે દુકાનદારોએ પોલીસને જાણ કરતા તપાસમાં આવેલ અને અરજી લઇ તપાસ ચાલુ કરેલ છે. ખાંડી પ્લોટ વિસ્તારમાં 20 જેટલી મોબાઇલ દુકાનો આવેલી છે. બે દિવસમાં બે દુકાનના તાળા તૂટી ચોરીના બનાવ બનતા બજારમાં ફફડાટ ફેલાયો છે. અને રાત્રી ચોકી પહેરા સાથે પેટ્રોલીંગ કડક કરવા માંગ ઉઠી છે.